AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story : એક લાખ પગારની નોકરી છોડી, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા આ રીતે ખેડૂતોને કરે છે મદદ

પગાર લાખ રૂપિયા હતો, પરંતુ જીવનમાં એક એવો સમય આવ્યો, જેણે તેમના જીવનની દિશા જ બદલી નાખી. સાત વર્ષ કેન્સર સામે જજૂમી રહેલા પિતાના મૃત્યુ બાદ તેમને આઘાત લાગ્યો.

Success Story : એક લાખ પગારની નોકરી છોડી, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા આ રીતે ખેડૂતોને કરે છે મદદ
Mukesh Kumar Pandey
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 1:39 PM
Share

Organic Farming: યુપીના મિર્ઝાપુરના સીખડ ગામના રહેવાસી મુકેશ કુમાર પાંડે હાલ ખેતીમાં જૈવિક અને ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી ખેડૂતો (Farmers)ને પ્રેરિત કરી રહ્યા છે. ખેડૂતોને જૈવિક ખેતી (Organic Farming) દ્વારા કમાણી વધારવામાં મદદ કરી રહ્યા છે.

ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા અમદાવાદ(Entrepreneurship Development Institute Ahmedabad)થી રૂરલ ડેવલપમેન્ટનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત (Gujarat)ના ગામોમાં ફરી-ફરીને ગામોમાં સાહસિકતા વધારવા માટે કામ કરવા લાગ્યા, થોડા સમય બાદ તેઓ દિલ્હી ચાલ્યા આવ્યા, જ્યાં પર રૂલર ડેવલપમેન્ટ શિક્ષક તરીકે કામ કરવા લાગ્યા.

અહીં તેમનો પગાર લાખ રૂપિયા હતો, પરંતુ જીવનમાં એક એવો સમય આવ્યો જેને તેમના જીવનની દિશા જ બદલી નાખી. સાત વર્ષ કેન્સર સામે જજૂમી રહેલા પિતાના મૃત્યુ બાદ તેમને આઘાત લાગ્યો. ગામમાં ખેતરોમાં સતત ઉપયોગ થઈ રહેલ કેમિકલના પ્રોયગથી કેન્સર જેવી બીમારીનું જોખમ જોતા તેઓને ગામમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાની પ્રેરણા મળી. પોતાની એક લાખ પગારની નોકરી છોડી તેઓ ફરી પોતાના ગામ સીખડ આવી ગયા.

અહીં, નાબાર્ડના સહયોગથી, નવચેતના નામે FPO ની રચના કરવામાં આવી. ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતોને જોડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમને થોડી સફળતા મળી, પરંતુ ગામમાં જ્યારે તેમણે ખેડૂતોને સજીવ ખેતીના ફાયદાઓ જણાવ્યા. જ્યારે ખેડૂતોને આનો ફાયદો થતો દેખાયો તો ખેડૂતો પણ જોડાવા લાગ્યા. આજે આ FPOમાં 1500 ખેડૂતો છે.

મુકેશ ગામ અને આસપાસના વિસ્તારમાં ચાલતા ડેરી ફાર્મ ચલાવતા ખેડૂતો પાસેથી એક હજાર રૂપિયામાં ટ્રોલીનું છાણ ખરીદે છે. પોતાના ખેતરમાં બનાવેલા અળસિયાની મદદથી તેમણે જૈવિક ખાતરમાં રૂપાંતર કરીને ખેડૂતોને આપવાનું શરૂ કર્યું. માત્ર ત્રણ વર્ષમાં આ સંસ્થાએ ઘણી પ્રગતિ કરી. વિસ્તારની 50 જૈવિક ખાતર ઉત્પાદક સંસ્થાઓ આ FPO સાથે સંકળાયેલી છે.

મુકેશ દાવો કરે છે કે આજે તે યુપીની સૌથી મોટી ઓર્ગેનિક ફર્ટિલાઈઝર ઉત્પાદક સંસ્થા છે, જે એક વર્ષમાં 20 હજાર ટન ગાયના છાણમાંથી ઓર્ગેનિક ખાતર બનાવે છે. એક કરોડનો બિઝનેસ છે. એટલું જ નહીં, આ સિવાય મુકેશ આધુનિક ખેતી દ્વારા ખેડૂતોને તેમની આવક વધારવામાં પણ મદદ કરી રહ્યા છે.

સરકારી મદદ દ્વારા તેઓ ખેડૂતોને આધુનિક ખેતી માટે તાલીમ અને આર્થિક મદદ કરી રહ્યા છે. તે જ સમયે, મુકેશ સાથે સંકળાયેલા ખેડૂતોને પણ જૈવિક ખાતરનો લાભ મળી રહ્યો છે. ખેડૂતો કહે છે કે ખેતીમાંથી તેમની આવક વધી છે. ખેતરોમાં ઉપજ પણ વધી છે.

સ્થાનિક ખેડૂત રામ નારાયણ પાંડે અનુસાર તેઓ કેળાની ખેતી કરે છે. સજીવ ખેતીથી તેઓને ફાયદો થયો છે. સેન્દ્રિય ખાતરના કારણે બીજા વર્ષે પણ સારો પાક ઉગે છે. તેનાથી ખેતરની ઉપજમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો: Success Story: આ મહિલા ખેડૂત પરંપરાગત ખેતીને બદલે આ રીત અપનાવી વિદેશ સુધી મોકલે છે પ્રોડક્ટ

આ પણ વાંચો: જાણો ખેડૂતોની MSPની માગ કેટલી વ્યાજબી? તેનાથી સરકારી તિજોરી પર કેટલો બોજ આવશે ?

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">