ખેડૂતો માટે ખુશ ખબર ! ખેડૂતોને વિનામૂલ્યે મળશે પ્લાસ્ટિકનું ડ્રમ અને ટબ, આ રીતે કરો અરજી

રાજ્યના ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ 200 લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લિટરના બે પ્લાસ્ટિકના ટબ વિનામૂલ્યે આપવામાં આવશે.

ખેડૂતો માટે ખુશ ખબર ! ખેડૂતોને વિનામૂલ્યે મળશે પ્લાસ્ટિકનું ડ્રમ અને ટબ, આ રીતે કરો અરજી
Good news for farmers !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 11:11 AM

આ યોજનામાં રાજ્યના ખેડૂતોને (Farmers) મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ 200 લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લિટરના બે પ્લાસ્ટિકના ટોકર (ટબ)ની કીટ વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે. એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે. દિવ્યાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રીમતા આપવામાં આવશે.

આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે તાલુકા અમલીકરણ અધિકારી/વિસ્તરણ અધિકારી (ખેતી)ની કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે. અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજુરી આપવામાં આવશે. પસંદ થયેલ અરજદારને ડ્રમ તથા બે પ્લાસ્ટીકના ટોકર (ટબ)ની કીટ મેળવવા સંબંધિત કચેરીએથી જણાવવામાં આવશે.

યોજનાનો હેતુ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાજ્યના ખેડૂતોને વિવિધ ઉપયોગ માટે સાધન સહાય આપવામાં આવશે. જેનો ખેડૂતો લાભ લઈને ખેતીની આવક વધારી શકે છે. આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) વિનામૂલ્યે આપવામાં આવશે.

યોજના અન્વયે ખેડૂત નોંધણી માટેની પાત્રતા

આ યોજના અન્વયે ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજના માટે લાભાર્થી પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ તથા જમીન નોંધણી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

પાત્રતા ધરાવતા લાભાર્થી ખેડૂત દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ આ સહાય આપવામાં આવશે. જેમાં ખેડૂતોને વિવિધ ઉપયોગ હેતુથી 200 લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લિટરના બે પ્લાસ્ટિકના ટોકર (ટબ)ની કીટ વિનામૂલ્યે આપવામાં આવશે.

આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

1. આધારકાર્ડની નકલ 2. જમીનના 7/12 અને 8-અ ની નકલ 3. રેશનકાર્ડની નકલ 4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) 5. દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) 6. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર 7.વન અધિકાર પત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)

અરજી કેવી રીતે કરશો ? ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે મેળવવા માટે ખેડૂત મિત્રોએ ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી (online application) કરવાની રહેશે. તેના માટે https://ikhedut.gujarat.gov.in/ પર જઈ અરજી પ્રક્રિયા કરવાની રહેશે.

ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી માટે ગ્રામ કક્ષાએ VCE મારફતે કરી શકાય. આ યોજનાની ઓનલાઈન માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય એમની પાસેથી પણ કરી શકાય. આ યોજનાની ઓનલાઈન અરજી માટે જો જાણકારી હોય તો ઘરેથી પણ ભરી શકાય છે.

અરજી કરો તા 15/08/2021 થી 31/08/2021 સુધી

આ પણ વાંચો : SugarCane Farming : શેરડીની ખેતી કરતા ખેડૂતોને સરકારના આ એક નિર્ણયથી થશે ફાયદો

આ પણ વાંચો : Turmeric Farming : હળદરની ખેતીથી ખેડૂતોને અઢળક કમાણી, 2 લાખના રોકાણ સામે 14 લાખની આવક

g clip-path="url(#clip0_868_265)">