સરકારી ખરીદ કેન્દ્રો પર ચણાનું વેચાણ નથી કરી રહ્યા ખેડૂતો, જાણો શું છે તેની પાછળનું કારણ
નાનાથી મોટા ખેડૂતો તેમની ઉપજ ખુલ્લા બજારમાં વેચીને વધુ ભાવ મેળવી રહ્યા છે. ઉત્પાદનને ખરીદ કેન્દ્રો સુધી પહોંચાડવામાં પણ ખર્ચ થાય છે. પેકિંગ અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ખેડૂતોએ જાતે જ કરવી પડે છે, જ્યારે ખુલ્લા બજારના વેપારીઓ, ખેડૂતને ત્યાં પડેલો માલ લઈ જાય છે.
ખેડૂતો હાલ સરકારી ખરીદ કેન્દ્રો પર લાલ ચણા (Gram)નું વેચાણ નથી કરી રહ્યા. જો કે સરકારે આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. હજારો ખેડૂતોએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદી માટે પોર્ટલ પર નોંધણી પણ કરાવી છે, પરંતુ કોઈ તેમની ઉપજ લઈને બજારમાં આવી રહ્યું નથી. કેન્દ્ર સરકારે ચણા માટે એમએસપી 6300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે. નાના ખેડૂતો તો આમ પણ ખરીદી કેન્દ્રો પર જતા નથી, કારણ કે તેમની પાસે ઉત્પાદન ઓછું છે. આવી સ્થિતિમાં તેઓ સરકારી કેન્દ્ર પર જવા અને પેકિંગ કરવાના ખર્ચમાંથી બચી જાય છે.
આ વખતે પરિસ્થિતિ જુદી છે. મોટા ખેડૂતો પણ ખરીદી કેન્દ્રો પર જઈ રહ્યા નથી. હકીકતમાં, ખુલ્લા બજારમાં ચણાની કિંમત ન્યૂનતમ ટેકાના ભાવ કરતાં વધુ છે. આવી સ્થિતિમાં નાનાથી મોટા ખેડૂતો તેમની ઉપજ બહાર વેચીને વધારાનો નફો કમાઈ રહ્યા છે. ઉત્પાદનને ખરીદ કેન્દ્રો સુધી પહોંચાડવામાં પણ ખર્ચ થાય છે. પેકિંગ અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ખેડૂતોએ જાતે જ કરવી પડે છે, જ્યારે વેપારીઓ ખેડૂત પાસેથી ખુલ્લો માલ લઈ જાય છે.
MSP કરતા દર વધુ હોવા સાથે અન્ય ઘણી સમસ્યાઓ છે
કર્ણાટકના મોટાભાગના ખેડૂતો એમએસપીના ઊંચા દર અને ખરીદી કેન્દ્ર સુધીના ખર્ચને ટાળવા માટે તેમની ઉપજ ખાનગી વેપારીઓને વેચી રહ્યા છે. જો આપણે મેંગલોરની વાત કરીએ તો અહીં લગભગ 16000 ખેડૂતોએ એમએસપી દરે ચણાના વેચાણ માટે નોંધણી કરાવી છે. જિલ્લામાં 184 ખરીદ કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતો અહીં આવતા નથી.
એક કઠોળ મિલ માલિકે ધ હિંદુને જણાવ્યું કે મોટાભાગના ખેડૂતો સારા ભાવની આશામાં સરકારી કેન્દ્રો પર તેમની ઉપજ વેચવાનું ટાળી રહ્યા છે. જોકે, ખાનગી બજારમાં ભાવમાં બહુ ફરક નથી. અહીં તેમને પ્રતિ ક્વિન્ટલ 6600 રૂપિયા સુધી મળી રહ્યા છે. જો કે, જૂના સ્ટોકની ભારે માંગ છે અને છેલ્લી ખરીફ સિઝનમાં લણવામાં આવેલા લાલ ચણાની કિંમત પ્રતિ ક્વિન્ટલ રૂ. 7000 સુધી છે.
વેપારીઓ તરત જ પૈસાની ચૂકવણી કરે છે
કેટલાક મોટા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો પાસેથી ચણા ખરીદી રહ્યા છે અને અન્ય રાજ્યોમાં તેને ઊંચા ભાવે વેચી રહ્યા છે. કર્ણાટક અને મહારાષ્ટ્રના વેપારીઓ પાસેથી ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે. એક કૃષિ નિષ્ણાંતે જણાવ્યું હતું કે વરસાદને કારણે એકર દીઠ 4 ક્વિન્ટલ સુધીની ઉપજ ઘટી છે. ભાવ વધારા પાછળ આ પણ એક કારણ છે. વધેલા ભાવને કારણે ખેડૂતો નુકસાન ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કેટલાક અન્ય ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ તેમનો પાક ખાનગી વેપારીઓને વેચવાનું પસંદ કરે છે કારણ કે સરકારી ખરીદી ત્યારે જ થાય છે જ્યારે ગુણવત્તા ધોરણો સાથે મેળ ખાતી હોય. ખેડૂતોએ જણાવ્યું હતું કે હવે MSP કરતા વધુ ભાવ છે, પરંતુ 200-300 રૂપિયાથી ઓછા હોવા છતાં વેપારીઓને વેચવાથી ફાયદો થાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે ચુકવણી તરત જ કરવામાં આવે છે. અહીં ગુણવત્તાના ધોરણોની કોઈ સમસ્યા નથી.
આ પણ વાંચો:Tech News: હવે માત્ર ‘ફીડ’ ના નામથી ઓળખાશે ફેસબુકનું ન્યૂઝ ફીડ, જાણો શું છે કારણ
આ પણ વાંચો: Gujarat માં આજથી પ્રિ- પ્રાયમરી શાળાઓ ઓફલાઇન શરૂ, કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાશે