આંગળવાડીઓ નાના બાળકોની ધીંગામસ્તી અને કિલ્લોલથી ગુંજી ઉઠશે, આજથી કોરોના ગાઇડ લાઇન સાથે શરૂ થશે પ્રિ-પાયમરી સ્કૂલ
આજથી આંગણવાડી, પ્રિ-સ્કૂલ અને બાલમંદિરો ઓફલાઇન શરૂ થઈ રહ્યા છે, રાજ્યભરના આંગણવાડી અને પ્રિ-સ્કૂલના સંચાલકો કોરોનાની નિયત SOPના ચુસ્ત પાલન તથા વાલીના સંમતિપત્ર સાથે ભૂલકાઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરી શકશે
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસોમાં ઘટાડા બાદ હવે આજથી ફરી પ્રિ-પ્રાઈમરી સ્કૂલો (Pre Primary School) શરૂ થઈ રહી છે. જેમાં ફરી આંગણવાડીઓ નાના બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠશે. જેમાં બાલમંદિરોમાં ફરી એકવાર નાના બાળકોની કિલકારીઓ સંભળાશે. જે પ્રિ-પાઈમરી સ્કૂલો અત્યાર સુધી કોરોનાને કારણે બંધ હતી, તે ફરી ખૂલી છે. જેમાં આજથી આંગણવાડી, પ્રિ-સ્કૂલ અને બાલમંદિરો શરૂ થઈ રહ્યા છે.. રાજ્યભરના આંગણવાડી અને પ્રિ-સ્કૂલના સંચાલકો કોરોનાની નિયત SOPના ચુસ્ત પાલન તથા વાલીના સંમતિપત્ર સાથે ભૂલકાઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરી શકશે, તેનું પણ ધ્યાન રાજ્ય સરકારે રાખ્યું છે. કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ રહેતા બાળકોને ખૂબ મોટું શૈક્ષણિક નુકશાન થયું છે, તેને દૂર કરવા રાજ્ય સરકાર ચિંતિત છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 16 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 884 કેસ નોંધાયા, છે. જયારે કોરોનાના લીધે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ રાજયમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 80 ટકા જેટલા કેસો ઘટયા છે. જેના પરિણામે સરકારે પ્રિ પાયમરી સ્કૂલોને પણ કોરોના એસઓપીના પાલન સાથે ખોલવાની જાહેરાત કરી છે. જો કે તેની માટે વાલીઓના સંમતિ પત્ર પણ લેવામાં આવશે. તેમજ કોરોનાના લીધે છેલ્લા એક વર્ષથી બંધ બાલમંદિરો પણ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Vadodara : ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી વખતે દુર્ઘટના સર્જાઇ, બે લોકો દાઝ્યા
આ પણ વાંચો : Bhavnagar : કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નજીક સિંહના ફૂટ પ્રિન્ટ મળતા તંત્ર સાબદું, વન વિભાગે ટીમો બનાવી તપાસ હાથ ધરી