વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાતા એલોવેરાની માગમાં થયો છે વધારો, જાણો તેની ખેતી વિશેની સંર્પૂણ માહિતી

|

Nov 25, 2021 | 1:26 PM

સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે ભારતમાં વૈદિક સમયથી જ અહીંના ઋષિમુનિઓ એલોવેરાનો ઉપયોગ કરતા આવ્યા છે. આ જ કારણ છે કે આયુર્વેદિક ઉદ્યોગમાં એલોવેરાની ખૂબ માગ છે અને તે દિવસેને દિવસે સતત વધી રહી છે.

વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાતા એલોવેરાની માગમાં થયો છે વધારો, જાણો તેની ખેતી વિશેની સંર્પૂણ માહિતી
Aloe Vera Farming

Follow us on

એલોવેરા (Aloe vera) જેને આપણે સાદી ભાષામાં કુંવરપાઠાના નામે ઓળખી છીએ. એલોવેરાની ખેતી (Aloe Vera Cultivation)ની વાત કરીએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાના સૂકા ભાગોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આજકાલ એલોવેરા ફાર્મિંગ (Aloe Vera Farming)નો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. આવ સ્થિતિમાં તેની ખેતી ખેડૂતો (Farmers) માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. એલોવેરા તેના તબીબી અને કોસ્મેટિક ઉપયોગોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ માગમાં છે.

સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે ભારતમાં વૈદિક સમયથી જ અહીંના ઋષિમુનિઓ એલોવેરાનો ઉપયોગ કરતા આવ્યા છે. આ જ કારણ છે કે આયુર્વેદિક ઉદ્યોગમાં એલોવેરાની ખૂબ માગ છે અને તે દિવસેને દિવસે સતત વધી રહી છે. તેની ખેતીથી ખેડૂતો સરળતાથી પ્રતિ એકર 1-2 લાખ સુધીની કમાણી કરી શકે છે. આ ખેતીમાં ખર્ચ ઓછો હોય છે.

એલોવેરાની ખેતી અને આબોહવા 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કુંવારપાઠાને મુખ્યત્વે ગરમ ભેજવાળી સૂકી અને ગરમ આબોહવાની જરૂર પડે છે. જો કે કુંવારપાઠાની ખેતી બિનપિયત અને પિયત બંને જમીનમાં કરી શકાય છે, પરંતુ તેની ખેતી હંમેશા ઊંચી જમીન પર કરવી જોઈએ. જેમાં ખેતર સારી રીતે ખેડવું જોઈએ.

હાઈબ્રિડ જાતનો ઉપયોગ

સામાન્ય રીતે એલોવેરા કોઈપણ જમીન પર ઉગાડી શકાય છે, પરંતુ ખારી જમીનમાં તેની ઉપજ વધુ મળે છે. આ ઉપરાંત ખેડૂતોએ હાઈબ્રિડ જાતિના છોડ વાવવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી કરીને તેમને વધુ લાભ મળી શકે. ખેડૂતોએ એલોવેરાની ખેતી કરતા પહેલા જમીનનું પરીક્ષણ કરાવવું જોઈએ, જે મુજબ NPK નો ઉપયોગ ખેતરમાં કરી શકાય છે. જો કે, કુંવારપાઠાના છોડની સારી વૃદ્ધિ માટે 25 કિલો યુરિયા, 35 કિલો ફોસ્ફરસ અને 10 કિલો પોટાશ પ્રતિ એકર સાથે 3 થી 4 ટન ગાયનું છાણ આપવું જોઈએ. કુંવારપાઠાના છોડની વૃદ્ધિ દરમિયાન છોડ પર નાઈટ્રોજનનો છંટકાવ કરવો જોઈએ.

રોપણી ક્યારે કરવી

ખેડૂતો આખા વર્ષમાં કોઈપણ સમયે એલોવેરાનું વાવેતર કરી શકે છે, પરંતુ ફેબ્રુઆરી મહિનો યોગ્ય માનવામાં આવે છે. એલોવેરાની ખેતી પર થયેલા સંશોધનમાં એ વાત સામે આવી છે કે એક એકર જમીનમાં લગભગ 4000 છોડ લગાવવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે, પરંતુ પ્રતિ એકર 3000 થી 5000 એલોવેરાના રોપાનું વાવેતર કરી શકો છો. એલોવેરા ટ્રાન્સપ્લાન્ટિંગ માટે મુખ્ય છોડમાંથી બે થી ત્રણ અથવા પાંચ પાંદડાવાળા નાના છોડનો ઉપયોગ કરવો.

સિંચાઈ

કુંવારપાઠાના છોડને ઉગાડવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે, પરંતુ નિયમિત સમયગાળામાં તેમની જરૂરિયાત મુજબ આબોહવાની સ્થિતિ અનુસાર પાણી આપવું જોઈએ. સામાન્ય રીતે, પ્રથમ પાણી વાવેતર પછી તરત જ આપવામાં આવે છે જે નવા રોપેલા કુંવારપાઠાને સારી રીતે સેટ થવામાં મદદ કરે છે. કુંવારપાઠાની ખેતી માટે ટપક સિંચાઈ એ શ્રેષ્ઠ પદ્ધતિ છે કારણ કે તે સમય તેમજ પાણીની બચત કરે છે. વાવણી પછી તરત જ એક પિયત આપવું જોઈએ. બાદમાં જરૂરિયાત મુજબ પિયત આપવાનું ચાલુ રાખવું જોઈએ. સમય-સમય પર પિયત આપવાથી પાંદડામાં જેલનું પ્રમાણ વધે છે.

એલોવેરામાં રોગ અને જીવાત નિયંત્રણ

સમયાંતરે ખેતરમાંથી નિંદામણ કરતા રહો. નીંદણ દૂર કરવા માટે નીંદણ નાશકનો ઉપયોગ કરી શકાય છે. કુંવારપાઠાના છોડના મૂળની આસપાસ પાણીને સ્થિર થવા ન દો. જેથી છોડને પણ ખરતા બચાવી શકાય. કુંવારપાઠાના છોડ પર રોગોનું પ્રમાણ ઓછું છે. તેમાં ફંગલ રોગ આવે છે. તેના નિયંત્રણ માટે મેંગોજીબ, રીડોમીલ, ડાયથેન એમ-45, 2.0-2.5 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ભેળવી છોડ પર છંટકાવ કરવો જોઈએ.

એલોવેરાની લણણી

એલોવેરા રોપ્યાના લગભગ દસ મહિના પછી, પાક લણણી માટે તૈયાર થાય છે કારણ કે ત્યારે તે સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય છે. જો તમારે વધુ સારી ગુણવત્તા અને જથ્થો જોઈતો હોય તો એક વર્ષ સુધી રાહ જોઈ શકો છો જે તમને કુંવારપાઠાના છોડની બે થી ત્રણ ફૂટ સુધીની ઉંચાઈ અને પહેલા કરતા વધુ ઉપજ આપે છે.

એલોવેરાનું ઉત્પાદન

સમગ્ર ખેતી દરમિયાન યોગ્ય કાળજી રાખવાથી, એક એકરમાંથી 15-20 ટન કુંવારપાઠાનું ઉત્પાદન સરળતાથી કરી શકાય છે. તેથી એલોવેરાની ખેતી આર્થિક રીતે સૌથી વધુ નફાકારક છે. ત્યારે હાલની બજાર કિંમતની જો વાત કરીએ તો તેનો ભાવ બજારમાં 2-5 રૂપિયા પ્રતિ કિગ્રા છે. તાજા પાંદડામાં આયુર્વેદ દવાઓ બનાવનાર કંપનીઓ તેમજ બ્યુટી પ્રોડક્ટ બનાવતી કંપનીઓને વેચી શકાય છે. આ પાંદડામાંથી એલોવેરા જ્યુસ પણ બનાવી વેચી શકાય છે.

 

આ પણ વાંચો: ટામેટાની ખેતી માટે આ જાત છે ઉત્તમ, રોગ કે જીવાતની ચિંતા નહીં બમ્પર આપે છે ઉત્પાદન

આ પણ વાંચો: PMFBY: સરળ ભાષામાં સમજો શું છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના? જાણો તેના ફાયદા

Next Article