ટામેટાની ખેતી માટે આ જાત છે ઉત્તમ, રોગ કે જીવાતની ચિંતા નહીં બમ્પર આપે છે ઉત્પાદન

તમે પણ ટામેટાની ખેતી કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને એક એવી વેરાયટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર ન તો રોગ આવે છે અને ન તો જીવાતોનો હુમલો. સૌથી મહત્વની બાબત એ છે કે તમે આ જાતના ટામેટાના એક છોડમાંથી 18 કિલો ઉત્પાદન મેળવી શકો છો.

ટામેટાની ખેતી માટે આ જાત છે ઉત્તમ, રોગ કે જીવાતની ચિંતા નહીં બમ્પર આપે છે ઉત્પાદન
Tomato farming (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 3:32 PM

ટામેટા (Tomato Cultivation)ની વધતી કિંમતો વચ્ચે લોકો સતત ટામેટા(Tomato)ની ખેતી વિશે ચર્ચા કરી રહ્યાં છે. ખેડૂતો (Framers) તેની ખેતી સરળતાથી કરી શકે છે. જો તમે પણ ટામેટાની ખેતી કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને એક એવી વેરાયટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર ન તો રોગ આવે છે અને ન તો જીવાતોનો હુમલો. સૌથી મહત્વની બાબત એ છે કે તમે આ જાતના ટામેટા(Tomato Crop)ના એક છોડમાંથી 18 કિલો ઉત્પાદન મેળવી શકો છો.

ટામેટાની આ જાત 2010માં ભારતીય બાગાયત સંશોધન સંસ્થા, બેંગ્લોર દ્વારા વિકસાવવામાં આવી હતી. તેની પ્રારંભિક ઉપજ 75 થી 80 ટન પ્રતિ હેક્ટર હતી. આ સંકર જાતના ટામેટાં ગોળાકાર અને મોટા હોય છે. ઘેરા લાલ રંગના દરેક ટામેટાનું વજન લગભગ 90 થી 100 ગ્રામ હોય છે.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. એસ.કે. સિંહે TV9 ડિજિટલને જણાવ્યું કે ઉત્તર ભારતમાં નવેમ્બર મહિનામાં તાપમાન 15 થી 25 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ રહે છે. તેથી, મોટાભાગના શાકભાજીના છોડ માટે આ સિઝન ખૂબ જ સારી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાવણીનો સમય

ડૉ.એસ.કે. સિંહના જણાવ્યા અનુસાર, ટામેટા લગભગ આખું વર્ષ ઉગાડી શકાય છે. જો કે, ઉગાડવામાં આવતા પાકની સંખ્યા પ્રદેશ પ્રમાણે બદલાય છે. ઉત્તર ભારતમાં સામાન્ય રીતે બે પાક થાય છે, જુલાઈથી ઓગસ્ટ અને વસંત. તેમજ ઉનાળા માટે, વાવણી નવેમ્બરથી ડિસેમ્બર સુધી જ કરવામાં આવે છે. ટમેટાની ખેતી માટે આ યોગ્ય સમય છે.

ખેતર તૈયાર કરવું

ટામેટા માટે યોગ્ય ડ્રેનેજ સાથે રેતાળ જમીન અથવા ગોરાડુ જમીન જેમનું 6.0 – 7.0 ની વચ્ચે pH આંક હોય એવા ખેતરમાં સફળતાપૂર્વક વાવેતર કરી શકાય છે. તૈયાર રોપાઓને ખેતરમાં રોપતા પહેલા, ખેતરમાં પહેલા ઊંડી ખેડ કરવી જોઈએ. જમીન બારીક અને વાવવા લાયક થઈ જાય ત્યારે વાવેતર કરો.

વર્ષ આખું થાય છે ઉત્પાદન

ટામેટા દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ શાકભાજીમાંથી એક છે. તે ગરમ હવામાનનો પાક છે. જે ભારતમાં પર્વતીય વિસ્તારોમાં એક ઓફ-સીઝન પાકના રૂપે ઉગાડવામાં આવે છે. ભલામણ કરેલ જાતો – પુસા રોહિણી, પુસા હાઇબ્રિડ-1, પુસા રૂબી, અર્કા મેઘાલય, સોલન ગોલા, અરકા વર્દન, કાશી અમન, કાશી હેમંત છે.

ટામેટાની સુધારેલી જાતો (Advanced Varieties of tomatoes)

જો આપણે ટામેટાની સુધારેલી જાતો વિશે વાત કરીએ, તો તેમાં ઘણી જાતો છે. અર્કા સૌરભ, ARTH 3, ARTH 4, અવિનાશ 2, BSS 90, કો. 3, HS 101, HM 102, HS 110, પસંદગી 12, હિસાર અનમોલ (H 24), હિસાર અનમોલ (H 24 ).

આ પણ વાંચો: કપાસમાં ગુલાબી ઈયળ માટે આ બાબતો છે જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન

આ પણ વાંચો: US માં લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટ, બાઈડને તાઈવાનને આમંત્રણ આપી ચીનનું ટેન્શન વધાર્યું, રશિયાને પણ કર્યું સાઈડલાઈન

g clip-path="url(#clip0_868_265)">