Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMFBY: સરળ ભાષામાં સમજો શું છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના? જાણો તેના ફાયદા

આ યોજનાનો ઉદ્દેશ્ય કુદરતી આફતો, જીવાતો અને રોગોના પરિણામે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પાક વીમા યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક સાધનો અને ખેતીની પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.

PMFBY: સરળ ભાષામાં સમજો શું છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના? જાણો તેના ફાયદા
PMFBY (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 7:14 PM

ભારત (India) એક કૃષિપ્રધાન દેશ છે. દેશની અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો કૃષિ પર કેન્દ્રિત છે. ભારતમાં ખેડૂતો (Farmers)ની આજીવિકા ખેતી પર નિર્ભર છે. જો કે કેટલીકવાર કુદરતી ઘટનાઓ જેવી કે વાવાઝોડા, તોફાન, અતિવૃષ્ટિ કે અન્ય આફતોના કારણે ખેડૂતોનો આખો પાક બરબાદ થઈ જાય છે. પાક ફેલ જતા ખેડૂતો પર મોટી આફતો આવી જાય છે. જેના કારણે ખેડૂતોને આર્થિક સ્તરે ઘણું નુકસાન થાય છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને 13 જાન્યુઆરી, 2016ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક વીમા યોજના (Pradhan Mantri Fasal Bima Yojana) શરૂ કરી. સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો હેતુ ખેડૂતોના પાકને ખરાબ હવામાન અને કુદરતી આફતોથી બચાવવા અને પ્રીમિયમનો બોજ ઘટાડવાનો છે. જો તમે પાક વીમા (Crop insurance) યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમે તેના માટે ઑફલાઈન અને ઑનલાઈન એમ બંને રીતે અરજી કરી શકો છો. ભારતનો કોઈપણ ખેડૂત પાક વીમા યોજનાનો લાભ લઈ શકે છે.

ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર
સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જો તમારા પાકને કોઈપણ કારણસર નુકસાન થાય છે તો તમને પાક વીમા યોજના હેઠળ કવરેજ મળશે. આ યોજનાનો ઉદ્દેશ્ય કુદરતી આફતો, જીવાતો અને રોગોના પરિણામે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના કૃષિ ક્ષેત્રમાં ધિરાણ સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે. પાક વીમા યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક સાધનો અને ખેતીની પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.

યોજનાનો હેતુ

  • કુદરતી આપત્તિઓના કારણે થતાં પાક નુકશાન સામે ખેડૂતોને વળતર આપવું.
  • ખેડૂતની આવકને સ્થિર કરવી.
  • ખેડૂતને નવીન અને અદ્યતન કૃષિ ટેકનીકો વાપરતા કરવા.
  • કૃષિમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો.

પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં નીચે મુજબના ખરીફ ઋતુના કુલ 16 અને રવિ/ઉનાળુ ઋતુના કુલ 12 પાકો મળી કુલ 28 પાકોને આવરી લેવામાં આવેલ છે.

આ યોજના હેઠળ પાકના નીચે જણાવેલ તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવેલ છે

  • વાવેતર ન થવું/રોપણી ન થવી (Prevented sowing)
  • મઘ્ય વર્તી આપત્તિથી ઊભા પાકમાં નુકશાન
  • કાપણી પછીનું નુકશાન (Post-harvest losses)
  • સ્થાનિક આપત્તિઓ (Localized calamities)

પ્રિમિયમ દર

પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વિમા કંપની દ્વારા વાસ્તવિક પ્રિમિયમ દર લગાવવામાં આવે છે. જ્યારે ખેડૂતોએ ખરીફ ઋતુના પાકો માટે 2%, રવિ/ઉનાળુ પાકો માટે 1.5% અને વાર્ષિક વાણિજીયક અને બાગાયતી પાકો માટે ફકત 5% જ પ્રિમિયમ ભરવાનું રહે છે.

જ્યારે વાસ્તવિક પ્રિમિયમ દર અને ખેડૂતોએ ભરવાના થતાં પ્રિમિયમના તફાવતની રકમ પ્રિમિયમ સબસીડી તરીકે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સરખે હિસ્સે ચુકવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો અમલ મુખ્ય પાકો માટે ગ્રામ પંચાયત અને ગૌણ પાકો માટે તાલુકો વિમા યુનિટ તરીકે છે.

યોજનાનું અમલીકરણ

રાજ્ય કક્ષાની પાક વીમાની સંક્‍લન સમિતિ SLCCCI (State Level Co ordination Committee on Crop Insurance) કેન્‍દ્ર સરકારની માર્ગદર્શક સૂચના મુજબ જે તે ઋતુની શરુઆતમાં ટેન્ડર/બીડ કરી અમલકર્તા સંસ્થાઓ નક્કી કરે છે. તેમજ યોજના હેઠળ આવરી લેવાનાર પાક, ડીફાઇન્‍ડ વિસ્તાર, પ્રિમિયમના દર, પ્રિમિયમમાં સબસીડી, વિમાપાત્ર રકમ વગેરે બાબતો નક્કી કરી તે મુજબ જે તે ઋતુનો ઠરાવ કરે છે.

યોજનાનો લાભ લેવા માટે નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક વાવતા ખેડૂતો નિયત સમય મર્યાદામાં Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરી તેની પ્રિન્ટેડ નકલ નિયત સમયમર્યાદામાં સંબંધિત નાણાકીય સંસ્થા/બેંકમાં રજૂ કરી પ્રિમિયમની રકમ કપાવવાની રહે છે અને તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવાઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજુર કરશે અને નોડલ બેંકો મારફતે ખેડૂતોના ખાતામાં પાક વિમાના દાવાની રકમ જમા કરાવશે. ખેડૂતો નાણાકીય સંસ્થા/બેંકોના સહયોગથી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો: કપાસમાં ગુલાબી ઈયળ માટે આ બાબતો છે જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન

આ પણ વાંચો: ટામેટાની ખેતી માટે આ જાત છે ઉત્તમ, રોગ કે જીવાતની ચિંતા નહીં બમ્પર આપે છે ઉત્પાદન

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
g clip-path="url(#clip0_868_265)">