VADODARA : આવાસ યોજનાના ડ્રોમાં કૌભાંડ અચરનાર બંને અધિકારી સસ્પેન્ડ, અન્ય અધિકારીના નામ ખુલે તેવી શકયતા

કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ કોઇના દબાણ હેઠળ યાદી બદલી નાખ્યાની કબૂલાત કરી છે.આ બંને આરોપીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 9:40 AM

VADODARA : કોર્પોરેશનની હાઉસિંગ યોજનાના મકાનોના ડ્રો થયા પછી લાભાર્થીઓના નામની યાદી બદલવાના કેસમાં FIR નોંધાઇ છે.કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા તથા MIS એક્સપર્ટ નિશીથ પીઠવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે MIS એક્સપર્ટ નિશીથ પીઠવા કોન્ટ્રાક્ટ પર હોવાથી તેમને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે.

કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ કોઇના દબાણ હેઠળ યાદી બદલી નાખ્યાની કબૂલાત કરી છે..આ બંને આરોપીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે..વડોદરા શહેર પોલીસ કમિશનરે નવાપુરા પોલીસ પાસેથી તપાસ લઇને સમગ્ર કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે..ક્રાઇમ બ્રાન્ચે ગત રાતે જ બંને આરોપીઓની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે, સરકારના વિકાસ દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલા 156 હાઉસિંગ મકાનોના ડ્રોની યાદીમાં 42ના નામ બદલાઇ ગયા હતા.જો કે હવે, સમગ્ર કૌભાંડ બહાર આવતા પહેલી યાદીમાં જેઓના નામ હતા તેઓને જ મકાન મળશે

આ તરફ રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે કહ્યું કે માત્ર આ વખતે જ નહીં, કદાચ આ પહેલાના ડ્રોમાં પણ ગફલત થઇ હોય તેવી સંભાવના છે. યોગેશ પટેલે કહ્યું કે, આવા કૌભાંડમાં સંડોવાયેલા કોઇ પણ લોકોને છોડવામાં નહીં આવે અને આની પહેલાના ડ્રોની તપાસ કરવા પણ કોર્પોરેશનને સૂચના આપી દેવાઇ છે.

આ પણ વાંચો : GUJARAT : બે IPS અધિકારીઓ સહિત કુલ છ પોલીસ અધિકારીઓની કેન્દ્રીય ગૃહમંત્રાલયના પુરસ્કાર માટે પસંદગી

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં 12 ઓગષ્ટે રેકોર્ડબ્રેક 6.33 લાખ લોકોને કોરોના રસી અપાઈ, કુલ રસીકરણ 3.85 કરોડ થયું

Follow Us:
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">