GUJARAT : બે IPS અધિકારીઓ સહિત કુલ છ પોલીસ અધિકારીઓની કેન્દ્રીય ગૃહમંત્રાલયના પુરસ્કાર માટે પસંદગી

Gujarat Police : ગુરુવારે કેન્દ્રના ગૃહ મંત્રાલયે દેશભરમાં વર્ષ 2021 માં શ્રેષ્ઠ તપાસ કરનાર પોલીસ કર્મચારીઓને આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના છ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર વિજેતાઓને 15 ઓગસ્ટે પ્રશંસાપત્રથી સન્માનિત કરવામાં આવશે.

GUJARAT : બે IPS અધિકારીઓ સહિત કુલ છ પોલીસ અધિકારીઓની કેન્દ્રીય ગૃહમંત્રાલયના પુરસ્કાર માટે પસંદગી
Six Gujarat police officers have been selected for the Union Home Ministry award
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 8:42 AM

GANDHINAGAR : ગુજરાત પોલીસના બે IPS અધિકારીઓ સહિત કુલ છ પોલીસ અધિકારીઓને શ્રેષ્ઠ તપાસ માટે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પોલીસ તપાસ શ્રેષ્ઠતા ચંદ્રક (મેડલ ફોર એક્સેલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન) એનાયત કરવામાં આવશે. ગુરુવારે કેન્દ્રના ગૃહ મંત્રાલયે દેશભરમાં વર્ષ 2021 માં શ્રેષ્ઠ તપાસ કરનાર પોલીસ કર્મચારીઓને આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના છ અધિકારીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના જે અધિકારીઓને પોલીસ તપાસ શ્રેષ્ઠતા ચંદ્રક જાહેર કરવામાં આવ્યા છે તેમાં જામનગર જિલ્લામાં તૈનાત ASP IPS અધિકારી નિતેશ પાંડે, સુરત શહેરમાં તૈનાત DCP વિધિ ચૌધરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરતમાં તૈનાત પોલીસ ઈન્સ્પેક્ટર મંગુભાઈ વી તડવી, સુરત શહેર PI એમ એલ સાલુંકે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ PI ડીબી બારડ અને PI એ.વાય. બલોચનો સમાવેશ થાય છે.

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) આશિષ ભાટિયાએ આ પુરસ્કાર માટે પસંદગી થવા બદલ રાજ્યના પોલીસ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. આ પુરસ્કાર વિજેતાઓને 15 ઓગસ્ટે પ્રશંસાપત્રથી સન્માનિત કરવામાં આવશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જામનગરના ASP IPS અધિકારી નિતેશ પાંડે પોલીસના જણાવ્યા અનુસાર, જામનગરના જમીન માફિયા જયેશ પટેલ અને તેની ગેંગ સામે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ 2015 (ગુજસીટોક) હેઠળ નોંધાયેલા કેસમાં જામનગર જિલ્લા પોલીસ ઈન્ચાર્જ નિતેશ પાંડેએ 14 આરોપીઓની ધરપકડ કરી વધુ સારી તપાસ કરી હતી. આ માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.

સુરત શહેર DCP વિધી ચૌધરી અને PI મંગુભાઈ વી. તડવી સુરત શહેર DCP વિધી ચૌધરી અને PI મંગુભાઈ વી તડવીએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના કેસમાં માત્ર પાંચ દિવસમાં આરોપીની ધરપકડ કરી હતી. પુરાવા એકત્ર કરીને વધુ સારી તપાસ માટે આ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના PI ડી.બી.બારડ અમદાવાદના બે કાપડ વેપારીઓને આંધ્રપ્રદેશની એક યુવતી વતી એક લાખ રૂપિયા લઈને બળાત્કારના બનાવટી કેસમાં ફસાવવામાં આવ્યા હતા. આ બાબતની વધુ સારી રીતે તપાસ કરીને ખોટા બળાત્કારના કેસનો પર્દાફાશ કરીને વેપારીઓને ખોટા આક્ષેપોમાંથી મુક્તિ અપાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ PI ડી.બી.બારડને આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના PI એ.વાય. બલોચ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના PI એ.વાય. બલોચે સુરેન્દ્રનગર જિલ્લાના બે યુવકોનું અપહરણ કરવા અને એક કરોડની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ કરવા અને બંને યુવકોને સુરક્ષિત મુક્ત કરવા માટે તેમના માટે આ પુરસ્કારની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં 12 ઓગષ્ટે રેકોર્ડબ્રેક 6.33 લાખ લોકોને કોરોના રસી અપાઈ, કુલ રસીકરણ 3.85 કરોડ થયું

આ પણ વાંચો : PORBANDAR : રાણાવાવ હાથી સિમેન્ટ ફેક્ટરીની ઘટનામાં ચીમનીમાંથી 3 શ્રમિક જીવિત મળી આવ્યાં, 3 ના મૃતદેહ મળ્યાં

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">