અમદાવાદ : ગેરકાયદેસર ડિઝલના જથ્થા સાથે SOGએ એક શખ્સની કરી ધરપકડ, ડિઝલ સંતાડવા બનાવ્યું હતું ચોરાખાનું

વટામણ ચોકડીથી બગોદરા ગામ તરફ જતા હાઇવે ઉપર વટામણ ગામની સીમમાં આવેલા યુપી બિહાર ઝારખંડ નામની હોટેલનો સંચાલક ત્યાંથી આવતા જતા ભારે વાહનોમાંથી ગેરકાયદેસર રીતે સસ્તા ભાવે ડીઝલ ખરીદતો હતો અને આ ડીઝલના જથ્થાને હોટલની પાછળ આવેલી પતરાની ઓરડીની અંદર પ્લાસ્ટિકની ટાંકીમાં રાખી છૂટકમાં વેચાણ કરતો હતો.

અમદાવાદ : ગેરકાયદેસર ડિઝલના જથ્થા સાથે SOGએ એક શખ્સની કરી ધરપકડ, ડિઝલ સંતાડવા બનાવ્યું હતું ચોરાખાનું
Ahmedabad
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Feb 23, 2024 | 11:48 PM

સામાન્ય રીતે બુટલેગરો દારૂની હેરાફેરી કરવા ચોરખાનું બનાવી દારૂનો જથ્થો સંતાડતા હોય છે, પરંતુ હવે હાઇવે પર ગેરકાયદેસર ડીઝલનો જથ્થો સાચવવા પણ ચોરખાનું બનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લા એસ.ઓ.જી પોલીસની ટીમને બાતમીના આધારે ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

વટામણ ચોકડીથી બગોદરા ગામ તરફ જતા હાઇવે ઉપર વટામણ ગામની સીમમાં આવેલા યુપી બિહાર ઝારખંડ નામની હોટેલનો સંચાલક ત્યાંથી આવતા જતા ભારે વાહનોમાંથી ગેરકાયદેસર રીતે સસ્તા ભાવે ડીઝલ ખરીદતો હતો અને આ ડીઝલના જથ્થાને હોટલની પાછળ આવેલી પતરાની ઓરડીની અંદર પ્લાસ્ટિકની ટાંકીમાં રાખી છૂટકમાં વેચાણ કરતો હતો.

જો કે, સમગ્ર કૌભાંડની પોલીસને માહિતી મળતા પોલીસે યુપી બિહાર ઝારખંડ નામની હોટલના પાછળના ભાગે ઓરડીમાંથી અલગ અલગ ખાલી કેરબામાં 330 લીટર ડીઝલ કે જેની કિંમત 30 હજારથી પણ વધુ થાય છે. તેમજ ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં તે આ ડીઝલ અંગે કોઈ બિલ કે પુરાવા રજૂ કરી શક્યા ન હતા. જેથી પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પોલીસે યુપી બિહાર ઝારખંડ હોટલના માલિક રણજીત ચલિતારની ધરપકડ કરી છે અને તેની પાસેથી 50 લીટરની ક્ષમતાવાળા પ્લાસ્ટિકના ત્રણ કેરબા કે જેમાં 150 લીટર ડીઝલ તેમજ 60 લીટરની ક્ષમતા વાળો ગરબો કે જેમાં 60 લીટર ડીઝલ અને 30 લીટરની ક્ષમતાવાળો પ્લાસ્ટિકના ચાર કેરબા કે જેમાં 120 લિટર ડીઝલ મળી કુલ 330 લીટર ડીઝલ પકડી પાડ્યું છે. આ ઉપરાંત પોલીસને પાઇપના છૂટા ટુકડા અને પ્લાસ્ટિકની ટાંકી પણ મળી આવી છે. જેને કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">