ગાંધીનગર : સાંતેજમાં બાળકી દુષ્કર્મ કેસમાં આરોપી સામે ચાર્જશીટ દાખલ કરાશે

મહત્વનું છે કે અગાઉ આરોપીએ પોલીસ સમક્ષ 8 જેટલા ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ 3 બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી. સાથે જ તેણે કબૂલાત કરી હતી કે તેને 5 મહિના પહેલા સાંતેજ, કલોલ, મહેસાણા સહિતના વિસ્તારોમાં અનેક લૂંટને અંજામ આપ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 4:29 PM

ગાંધીનગરના સાંતેજમાં બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં આરોપી સામે ચાર્જશીટ દાખલ કરાશે. આગામી બે દિવસમાં ગાંધીનગર પોલીસ ચાર્જશીટ દાખલ કરશે. આરોપી સામે ત્રણ બાળકી સામે દુષ્કર્મના ગુના દાખલ થયેલા છે. જેમાં અત્યારે બાળકીની હત્યા અને દુષ્કર્મની પ્રથમ ઘટનામાં ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

મહત્વનું છે કે અગાઉ આરોપીએ પોલીસ સમક્ષ 8 જેટલા ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ 3 બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી. સાથે જ તેણે કબૂલાત કરી હતી કે તેને 5 મહિના પહેલા સાંતેજ, કલોલ, મહેસાણા સહિતના વિસ્તારોમાં અનેક લૂંટને અંજામ આપ્યો હતો.

3 વર્ષની બાળકીના કેસમાં કથિત બળાત્કારી 26 વર્ષના વિજયજી ઠાકોર નામના યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ સાઈકો કિલરની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે પોલીસે જણાવ્યું છે કે, 5 નવેમ્બરે રાત્રે સાંતેજમાં શ્રમજીવી પરિવારની બાળકી પરિવાર સાથે સૂતી હતી ત્યારે અજાણ્ય શખ્સ લઈ ગયો હતો. જે બાદ તેની લાશ મળી આવી હતી અને પોલીસ દ્વારા આ મામલે તપાસ ચાલું છે.

આરોપી મૂળ દાહોદનો અને મજૂરી કામ કરતો પરિવાર ખાત્રાજ ચોકડી પાસે રહેતો હતો, આ દરમિયાન ત્રણ વર્ષની બાળકી પણ તેમની સાથે સૂતી હતી ત્યારે આરોપી બાળકીનું અપહરણ કર્યું હતું.

આ પણ વાંચો : Parliament Winter Session: કોંગ્રેસ, શિવસેના, TMC, CPI, CPM સહિત 12 રાજ્યસભા સાંસદ વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">