Varanasi માં અનોખો કેસ : કોવીડ નેગેટીવ મહિલાએ કોવીડ પોઝીટીવ બાળકીને જન્મ આપ્યો
Varanasi : આ મહિલાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણે 25 મેના રોજ કોવીડ પોઝીટીવ બાળકીને જન્મ આપ્યો હતો.
Varanasi : વારાણસીમાં કોરોના સંક્રમણનો દેશનો આવો પહેલો કેસ સામે આવ્યો છે, જેનાથી વિજ્ઞાન જગત પણ આશ્ચર્યચકિત છે. દેશના હજારો સ્થળોએ કોરોના પોઝિટિવ (covid positive) મહિલાઓએ બાળકને જન્મ આપ્યાના કિસ્સા સામે આવ્યા છે. આ બધા બાળકો કોરોના નેગેટીવ (covid negative) છે જ્યારે વારાણસીમાં એક અનોખો કેસ જોવા મળ્યો છે, જેમાં કોવીડ નેગેટીવ મહિલાએ કોવીડ પોઝીટીવ બાળકીને જન્મ આપ્યો છે.
કોવીડ નેગેટીવ મહિલાએ પોઝીટીવ બાળકીને જન્મ આપ્યો એક બાજુ Varanasi માં વિશ્વને કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત કરવા માટે યજ્ઞ ચાલી રહ્યો છે, તો બીજી બાજું અહીંની એક મહિલાએ 25 મેના રોજ કોરોના વાયરસથી સંક્રમિત બાળકીને જન્મ આપ્યો છે. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તે પહેલાં 23 મેના રોજ તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
આ મહિલાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણે 25 મેના રોજ કોવીડ પોઝીટીવ બાળકીને જન્મ આપ્યો હતો. હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે. કોવીડ નેગેટીવ (covid negative) માતા દ્વારા કોવીડ પોઝીટીવ (covid positive) બાળકીનો જન્મ થવાથી Varanasi ના ડોકટરો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
માતા અને બાળકીને અલગ રાખવામાં આવ્યાં Varanasi માં આવેલ બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) ની સર સુંદરલાલ હોસ્પિટલમાં આ ઘટના ઘટી છે.માતા અને બાળકને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યાં છે. કોવીડ નેગેટીવ મહિલાએ 25 મે ના રોજ કોવીડ પોઝિટિવ બાળકીને જન્મ આપ્યાની ઘટનાથી અહીંના મેડિકલ સાયન્સના નિષ્ણાતો ખૂબ જ આશ્ચર્યચકિત થયા છે.
કોરાના વાયરસના સંક્રમણ સાથે સંકળાયેલો વિશ્વનો આ કદાચ પહેલો કેસ હશે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન કાર્યાલય (CMO UP) એ જણાવ્યું કે હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે. બંનેને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. CMO UP દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે ભાગ્યે જ જોવા મળતા આ કેસની પણ ફરીથી તપાસ કરવામાં આવશે. વિશ્વનો આ પહેલો અને વિજ્ઞાન જગતને પણ આશ્ચર્યચકિત કરી દેનારો કેસ છે.
આ પણ વાંચો : Antibody Cocktail : દેશમાં એન્ટીબોડી કોકટેલ દ્વારા પ્રથમ સફળ સારવાર, 84 વર્ષના કોરોના દર્દીને ડીસ્ચાર્જ કરાયા
આ પણ વાંચો : Antibody Cocktail : Zydus Cadila એ એન્ટીબોડી કોકટેલ ZRC-3308 ના હ્યુમન ટ્રાયલની માંગી મંજુરી