Corona vaccination : કોરોના પર ભારતનો વેક્સિનથી પ્રહાર, એક અઠવાડિયામાં 3.3 કરોડ લોકોનું રસીકરણ

Corona vaccination : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર લારેલા આંકડાઓ અનુસાર ભારતમાં 21 જૂનથી 26 જૂન દરમિયાન 3.3 કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અગાઉ કોરોના રસીકરણનો એક અઠવાડિયાનો રેકોર્ડ 2.47 કરોડ ડોઝનો હતો.

Corona vaccination : કોરોના પર ભારતનો વેક્સિનથી પ્રહાર, એક અઠવાડિયામાં 3.3 કરોડ લોકોનું રસીકરણ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 9:26 PM

Corona vaccination : ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરથી સર્જાયેલા વિનાશ વિશે કોઈ અજાણ નથી. કોરોનાના કેસો વધાવની સાથે હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો. પરંતુ હવે ભારતે રસીકરણ દ્વારા કોરોના પર ઘાતક હુમલો કર્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતમાં રસીકરણના નવા તબક્કાની શરૂઆત થયા બાદ હવે રસીકરણની ગતિ તેજ થઈ છે.

એક અઠવાડિયામાં 3.3 કરોડ લોકોનું રસીકરણ આ અઠવાડિયે ભારતમાં લગભગ સાડા ત્રણ કરોડ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે, જે એક રેકોર્ડ છે. ભારતમાં 21 જૂને એક દિવસમાં 80 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. આ સંખ્યા સ્વિટ્ઝરલેન્ડની વસ્તી સમાન છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર લારેલા આંકડાઓ અનુસાર ભારતમાં 21 જૂનથી 26 જૂન દરમિયાન 3.3 કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અગાઉ કોરોના રસીકરણ(Corona vaccination) નો એક અઠવાડિયાનો રેકોર્ડ 2.47 કરોડ ડોઝનો હતો, જે 3 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન નોંધાયો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

3 કરોડથી વધુ લોકોને રસી આપીને મહારાષ્ટ્ર મોખરે 25 જૂનને શુક્રવારે મહારાષ્ટ્ર 3 કરોડથી વધુ લોકોને કોવિડ-19 રસી આપનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઉત્તરપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળમાં પણ કોરોના રસીકરણ (Corona vaccination) ના કુલ આંકડા બે કરોડથી ત્રણ કરોડના વચ્ચે છે.

રસીકરણમાં કેવી રીતે વેગ આવ્યો? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતમાં કરોના રસીકરણ (Corona vaccination) ના નવા તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત ઘણા રાજ્યોએ મેગા રસીકરણ શિબિરોનું આયોજન કર્યું હતું. તેની મદદથી 21 જૂને એક દિવસમાં જ રસીકરણનો આંકડો 80 લાખને વટાવી ગયો છે. ત્યારબાદ દૈનિક રસીકરણની સંખ્યા 80 લાખથી ઘટીને આશરે 60 લાખ થઈ ગઈ, તો પણ એક અઠવાડિયામાં સૌથી વધુ લોકોના રસીકરણનો રેકોર્ડ બન્યો છે.

આ પણ વાંચો : UFO and Aliens : એલિયન્સની વાસ્તવિકતા અંગે અમેરિકાના રક્ષા મંત્રાલયે ચોંકાવનારી માહિતી આપી

આ પણ વાંચો : Modi Cabinet Expansion : જલ્દી જ થશે મોદી કેબીનેટનું વિસ્તરણ, આ 27 નેતાઓને મળી શકે છે મંત્રીપદ

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">