UFO and Aliens : એલિયન્સની વાસ્તવિકતા અંગે અમેરિકાના રક્ષા મંત્રાલયે ચોંકાવનારી માહિતી આપી

UFO and Aliens : પેન્ટાગોનની યુએફઓ ટાસ્કફોર્સને અગાઉ વિખેરી નાખવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ યુએસ નેવી સપોર્ટથી ગુપ્તચર કામગીરી હેઠળ આ ટાસ્ક ફોર્સ કાર્યરત હતી.

UFO and Aliens  : એલિયન્સની વાસ્તવિકતા અંગે અમેરિકાના રક્ષા મંત્રાલયે ચોંકાવનારી માહિતી આપી
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 5:47 PM

UFO and Aliens : એલિયન્સ એટલે કે પરગ્રહવાસીઓ અને તેમના ઉડતી રાકવી જેવા વાહનો એટલે કે યુએફઓ અંગે અવાર નવાર ચર્ચાઓ થતી રહે છે. કેટલાક વૈજ્ઞાનિકો પૃથ્વી સિવાય પણ અન્ય સૃષ્ટિનું અસ્તિત્વ હોવાનું જણાવી પરગ્રહવાસીઓ વિશે પોતાના પ્રતિભાવો આપતા હોય છે. તો ઘણાના મતે પૃથ્વી સિવાય માનવસૃષ્ટિ કે માનવના જેવી સૃષ્ટિ છે જ નહીં. આ તમામ બાબતો વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે શું સાચે જ એલિયન્સ એટલે કે પરગ્રહવાસીઓનું અસ્તિત્વ છે? એલિયન્સ અને યુએફઓની વાસ્તવિકતા શું છે? આ અંગે અમરિકાના રક્ષા મંત્રાલયની ટાસ્કફોર્સ (US Defense Taskforce)એ જવાબ આપ્યો છે.

યુએફઓ અને એલિયન્સ પર ટાસ્કફોર્સનો રીપોર્ટ તૈયાર યુએસ સંરક્ષણ મંત્રાલય, પેન્ટાગોને યુએફઓ અને એલિયન્સ (UFO and Aliens) પરના સંશોધન માટે સ્થાપિત તેના ટાસ્ક ફોર્સ (US Defense Taskforce) નો અહેવાલ યુએસ કોંગ્રેસ સમક્ષ રજૂ કર્યો છે. પેન્ટાગોનની યુએફઓ ટાસ્કફોર્સને અગાઉ વિખેરી નાખવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ યુએસ નેવી સપોર્ટથી ગુપ્તચર કામગીરી હેઠળ આ ટાસ્ક ફોર્સ કાર્યરત હતી.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

નેવી ઇન્ટેલિજન્સ હેઠળ શરૂ  આ પ્રોગ્રામનું નામ Unidentified Aerial Phenomena Task Force રાખવામાં આવ્યું હતું, જેનું કામ આકાશમાં ઉડતી વિવિધ પ્રકારની વસ્તુઓ પર નજર રાખવાનું હતું. આ ટાસ્ક ફોર્સ સાથે સંકળાયેલા નિષ્ણાતો આ ઉડતી વસ્તુઓ અને તેમના હેતુઓ પર નજર રાખતા હતા. નિષ્ણાતો  ઉડતી વસ્તુ ક્યાંથી આવી? એમાં કોઈ જીવ છે કે નહીં? જેવા પ્રશ્નોના જવાબો શોધવાનું કામ કરી રહ્યા હતા. ગયા વર્ષે જૂનમાં અમેરિકી સેનેટની બેઠક દરમિયાન યુએસ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરને યુએફઓ અને એલિયન્સ (UFO and Aliens) સંબંધિત સંશોધન અને તથ્યો આગામી છ મહિનાની અંદર સમિતિ સમક્ષ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.

2004 બાદ 144 UFO દેખાયા યુએફઓ પર સંશોધન માટે બનાવવામાં આવેલી પેન્ટાગોન ટાસ્ક ફોર્સે શુક્રવારે પોતાનો રીપોર્ટ જાહેર કર્યો. આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2004 બાદ પૃથ્વી પર 144 UFO અથવા ઉડતી રકાબી જોવા મળી છે. જો કે આ સમગ્ર રીપોર્ટમાં એ વાતનો ક્યાય પણ ઉલ્લેખ નથી કે આ ઉડતી વસ્તુઓ કે UFO નો અન્ય ગ્રહોના એલિયન્સ સાથે સંબંધિત છે કે નહીં. પરંતુ પેન્ટાગોને એલિયન્સ (Aliens) ની સંભાવનાને સંપૂર્ણપણે નકારી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">