Modi Cabinet Expansion : જલ્દી જ થશે મોદી કેબીનેટનું વિસ્તરણ, આ 27 નેતાઓને મળી શકે છે મંત્રીપદ

Modi Cabinet Expansion : 2019 માં વડાપ્રધાન મોદી બીજી વાર સત્તા પર આવ્યા બાદ મોદી કેબીનેટમાં આ પહેલું ફેરબદલ અને વિસ્તરણ છે. આ 27 નામોની યાદીમાં ગુજરાતમાંથી બે નેતાઓનો સમાવેશ થયેલો છે.

Modi Cabinet Expansion : જલ્દી જ થશે મોદી કેબીનેટનું વિસ્તરણ, આ 27 નેતાઓને મળી શકે છે મંત્રીપદ
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 6:40 PM

Modi Cabinet Expansion : જમ્મુ-કાશ્મીર પર સર્વપક્ષીય બેઠકના સમાપન સાથે મોદી કેબિનેટના વિસ્તરણ અને ફેરબદલની ચર્ચાઓએ ફરી એકવાર જોર પકડ્યું છે. રામવિલાસ પાસવાન અને સુરેશ અંગાડી જેવા નેતાઓના અકાળે અવસાન અને અકાલી દળ અને શિવસેનાનું કેબીનેટમાંથી બહાર નીકળવાના કારણે કેટલીક ખાલી જગ્યાઓ પર નવા ચહેરાઓને મંત્રીપદ મળી શકે છે. ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણી પણ મોદી કેબિનેટના વિસ્તરણ અને ફેરબદલનું એક પરિબળ છે. ત્યારે સૌથી વધુ ચર્ચા એ બાબતની થઇ રહી છે કે મોદી કેબીનેટ (Modi Cabinet) માં કોનો કોનો સમાવેશ થશે?

આ નેતાઓને મળી શકે છે મંત્રીપદ 2019 માં વડાપ્રધાન મોદી બીજી વાર સત્તા પર આવ્યા બાદ મોદી કેબીનેટમાં આ પહેલું ફેરબદલ અને વિસ્તરણ (Modi Cabinet Expansion) છે. મોદી કેબીનેટ વિસ્તરણમાં 27 દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.

બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદી, રાજસ્થાનથી પાર્ટીના સંગઠન મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ અને મધ્યપ્રદેશથી કૈલાસ વિજયવર્ગીય, ભાજપના પ્રવક્તા અને લઘુમતી ચહેરો સૈયદ ઝફર ઇસ્લામ પણ કેન્દ્ર સરકારમાં ભૂમિકા ભજવી શકે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આસામના પૂર્વ મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણે ઉપરાંત મહારાષ્ટ્રના બીડના સાંસદ પ્રીતમ મુંડે અને ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડે પણ મોદી કેબીનેટ (Modi Cabinet) માં ફેરબદલની મુખ્ય યાદીમાં છે.

ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, પંકજ ચૌધરી, મહારાજગંજના સાંસદ વરૂણ ગાંધી અને NDA ગઠબંધનના ભાગીદાર અનુપ્રિયા પટેલ સંભવિત નામો છે. રાજ્યસભાના સાંસદ અનિલ જૈન, ઓડિશાના સાંસદ અશ્વિની વૈષ્ણવ અને બૈજયંત પાંડા, બંગાળના પૂર્વ રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીનું નામ પણ આ યાદીમાં છે.

રાજસ્થાનથી મોદી સરકારમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.પી.ચૌધરી, ચુરુથી રાજ્યના સૌથી યુવા સાંસદ રાહુલ કાસવાન અને સીકરના સાંસદ સુમેદાનંદ સરસ્વતીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. દિલ્હીથી એકમાત્ર એન્ટ્રી નવી દિલ્હીના સાંસદ મીનાક્ષી લેખી હોઈ શકે છે.બિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો કરનાર પશુપતિ પારસન, જેડીયુમાંથી આરસીપી સિંહ અને સંતોષ કુમારનું નામ પણ આ યાદીમાં છે.

મોદી કેબીનેટ (Modi Cabinet) માં કર્ણાટકનું પ્રતિનિધિત્વ રાજ્યસભાના સાંસદ રાજીવ ચંદ્રશેખર કરી શકે છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી અને હરિયાણાના સિરસાના સાંસદ સુનિતા દુગ્ગલ પણ સંભવિત લોકોમાં શામેલ છે. સંસદના ભાષણથી પ્રભાવિત થયેલા લદ્દાખના સાંસદ જમ્યાંગ ત્સેરીંગ નમગ્યાલને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : UFO and Aliens : એલિયન્સની વાસ્તવિકતા અંગે અમેરિકાના રક્ષા મંત્રાલયે ચોંકાવનારી માહિતી આપી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">