સસ્તી દવાથી ઈલાજની આશા ઉપર પાણી ફરી વળશે? ફરજીયાત Generic medicines લખવાના આદેશ પર સરકારની પીછેહઠ
નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission) એટલે કે NMC એ ડોક્ટરોને દર્દીઓને માત્ર જેનરિક દવાઓ(Generic medicines) લખવાનો આદેશ આપ્યો હતો પરંતુ હવે NMCએ આ નિર્ણય પરત લેવો પડ્યો છે. કમિશને તેના આદેશમાં ફેરફાર કરવો પડ્યો છે.
નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission) એટલે કે NMC એ ડોક્ટરોને દર્દીઓને માત્ર જેનરિક દવાઓ(Generic medicines) લખવાનો આદેશ આપ્યો હતો પરંતુ હવે NMCએ આ નિર્ણય પરત લેવો પડ્યો છે. કમિશને તેના આદેશમાં ફેરફાર કરવો પડ્યો છે.
ડોકટરોના દબાણમાં આવ્યા બાદ NMCએ પીછેહઠ કરતા કહ્યું છે કે ડોકટરો હવે જેનરિક દવાઓ સિવાય અન્ય દવાઓ પણ લખી શકશે. NMCના આદેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યા બાદ હવે ડોક્ટરો દર્દીઓને જેનરિક દવાઓની સાથે અન્ય બ્રાન્ડેડ દવાઓ પણ લખી શકશે.
NMC નો આદેશ શું હતો?
NMCએ 2 ઓગસ્ટના રોજ એક આદેશ જાહેર કર્યો હતો જે મુજબ ખાનગી ડોક્ટરોએ(Private doctors)દર્દીઓને માત્ર જેનરિક દવાઓ લખવાની હતી. NMCના આ આદેશનો ખાનગી ડોક્ટરો અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(Indian Medical Association) દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશ (Federation of Resident Doctors Association)ને આ મામલે કેન્દ્ર સરકાર(The central government) સાથે વાત કરી હતી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા(Mansukh Mandaviya – Union Health Minister)એ પણ આ મામલે વાત કરી હતી ત્યારબાદ NMCએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.
તબીબોએ વિરોધ કરતાં સરકારની પીછેહઠ
ડોક્ટરોના વિરોધ બાદ MMCએ પોતાનો નિર્ણય બદલ્યો છે. ડૉક્ટરોનું કહેવું છે કે ભારતમાં જેનરિક દવાઓની ગુણવત્તા સારી નથી. તેના ઉપયોગથી દર્દીઓને જીવનું જોખમ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, જેનરિક દવા કોઈપણ બ્રાન્ડેડ દવા કરતા સસ્તી હોય છે. આ માટે દર્દીઓને ઓછો ખર્ચ કરવો પડે છે અને તેના કારણે સ્વાસ્થ્ય પરનો ખર્ચ પણ ઓછો થાય છે.
બ્રાન્ડેડ દવાઓ મોંઘી હોય છે
RPM રેગ્યુલેશન 2023 માં ડોકટરોને વધુ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. નોંધપાત્ર રીતે બ્રાન્ડેડ જેનેરિક દવાઓ એવી છે કે જેની પેટન્ટ સમાપ્ત થઈ ગઈ છે અથવા જે પેટન્ટની બહાર છે. તે બજારમાં બ્રાન્ડ નામો હેઠળ વેચાય છે. આ દવાઓ કોઈપણ પેટન્ટ દવા કરતાં ઓછી ખર્ચાળ છે. જેનરિક દવાઓ પર NMCનો નિર્ણય એટલા માટે પણ હતો કારણ કે બ્રાન્ડેડ દવાઓ મોંઘી છે. ગરીબ વ્યક્તિ બ્રાન્ડેડ દવાઓથી પોતાની સારવાર કરાવી શકતી નથી. તેથી જ જેનેરિક દવાઓ મંજૂર કરવામાં આવી હતી.