શું હવાઈ યાત્રા માટે વધુ ખર્ચ કરવો પડશે? 4 મહિના પછી જેટ ફ્યૂલ ની કિંમતમાં વધારો કરાયો
માર્ચ મહિનામાં દેશના સામાન્ય લોકો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની ટિકિટમાં વધારાનો સામનો કરવો પડી શકે છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે ચાર મહિના સસ્તું રહ્યા બાદ માર્ચ મહિનામાં ઇંધણની કિંમતોમાં વધારો થયો છે. ખાસ વાત એ છે કે દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.

માર્ચ મહિનામાં દેશના સામાન્ય લોકો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની ટિકિટમાં વધારાનો સામનો કરવો પડી શકે છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે ચાર મહિના સસ્તું રહ્યા બાદ માર્ચ મહિનામાં ઇંધણની કિંમતોમાં વધારો થયો છે. ખાસ વાત એ છે કે દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.
IOCLના આ નિર્ણય બાદ દેશમાં હવાઈ ભાડામાં વધારો થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે એરલાઇનના ઓપરેશનલ કોસ્ટમાં ઇંધણનો હિસ્સો 40 ટકા છે. આવી સ્થિતિમાં જો જેટ ફ્યૂલની કિંમતમાં વધારો થશે તો ફ્લાઈટના ભાડામાં વધારો થઈ શકે છે.
એરક્રાફ્ટના સંચાલન માટે જેટ ફ્યુઅલ અથવા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) જરૂરી છે. તેનો ઉપયોગ જેટ અને ટર્બો-પ્રોપ એન્જિન સાથે એરક્રાફ્ટને પાવર કરવા માટે થાય છે.
જેટ ફ્યુલ મોંઘુ થયું
દેશના ચારેય મહાનગરોમાં જેટ ફ્યુઅલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમતમાં 624.37 રૂપિયાનો વધારો થયો છે, ત્યારબાદ તેની કિંમત 1,01,396.54 રૂપિયા પ્રતિ કિલો લીટર થઈ ગઈ છે. બીજી તરફ કોલકાતામાં લઘુત્તમ 499.50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જે પછી કિંમત 1,10,296.83 થઈ ગઈ છે. મુંબઈમાં જેટ ફ્યુઅલની કિંમતમાં રૂ. 563.22નો વધારો જોવા મળ્યો છે. જે બાદ કિંમત 94,809.22 રૂપિયા જોવા મળી હતી. દક્ષિણ ભારતના મુખ્ય રાજ્ય ચેન્નાઈમાં જેટ ઈંધણની કિંમતમાં 558.44 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, ત્યારબાદ તેની કિંમત 1,05,398.63 રૂપિયા પ્રતિ કિલો લીટર થઈ ગઈ છે.
હવાઈ યાત્રાનું ભાડું વધી શકે છે
કોઈપણ એરલાઇન કંપનીના ઓપરેશનલ ખર્ચમાં જેટ ફ્યુઅલનો હિસ્સો 40 ટકા છે; આવી સ્થિતિમાં માર્ચ મહિનામાં હવાઈ મુસાફરીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. જોકે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં સતત ત્રણ મહિના સુધી ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબર મહિનામાં દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમત 1,18,199.17 રૂપિયા પ્રતિ કિલોલિટર હતી. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં કિંમત ઘટીને 1,00,772.17 રૂપિયા પ્રતિ કિલોમીટર થઈ ગઈ હતી. મતલબ કે આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં જેટ ઈંધણમાં 15 ટકા એટલે કે 17,427 રૂપિયા પ્રતિ કિલોલીટરનો ઘટાડો થયો હતો. જેના કારણે એરલાઈન્સને ઘણો નફો પણ થયો છે.
આ પણ વાંચો : ત્રીજા ક્વાર્ટરમાં દેશનો GDP 8.4% વધ્યો, રિઝર્વ બેંક, SBI અને અન્ય વિશ્લેષકોની ધારણા ખોટી પડી