1 સપ્ટેમ્બરથી Car Insurance સંબંધિત આ નિયમો બદલાઈ શકે છે , જાણો મદ્રાસ હાઇકોર્ટે વીમાને લઈ શું આપ્યો ચુકાદો

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે "બમ્પર-ટુ-બમ્પર" વીમો ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે જરૂરી છે. જ્યારે 1 સપ્ટેમ્બર પછી કાર વેચાય છે ત્યારે આ વીમા પોલિસી અલગથી જરૂરી છે. આ અંતર્ગત ડ્રાઈવર, પેસેન્જર અને કાર માલિકનું કવરેજ અલગથી હશે.

1 સપ્ટેમ્બરથી Car Insurance  સંબંધિત આ નિયમો બદલાઈ શકે છે , જાણો મદ્રાસ હાઇકોર્ટે વીમાને લઈ શું આપ્યો ચુકાદો
Car Insurance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 4:37 PM

મદ્રાસ હાઈકોર્ટે કાર વીમાને લઈને મોટો ચુકાદોઆપ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે 1 સપ્ટેમ્બરથી નવા વાહનો માટે ‘બમ્પર ટુ બમ્પર’ (bumper-to-bumper)વીમો લેવો ફરજિયાત બનાવવો જોઈએ. આ વીમો હાલના કાર વીમાથી અલગ હશે. હાલમાં ડ્રાઈવર, પેસેન્જર અને કારના માલિકનો કાર ખરીદવા પર પાંચ વર્ષ માટે વીમો લેવામાં આવે છે.

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે “બમ્પર-ટુ-બમ્પર” વીમો ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે જરૂરી છે. જ્યારે 1 સપ્ટેમ્બર પછી કાર વેચાય છે ત્યારે આ વીમા પોલિસી અલગથી જરૂરી છે. આ અંતર્ગત ડ્રાઈવર, પેસેન્જર અને કાર માલિકનું કવરેજ અલગથી હશે. ‘બમ્પર-ટુ-બમ્પર’ વીમો વાહનના ફાઇબર, મેટલ અને રબરના ભાગો સહિત 100% કવરેજ પૂરું પાડે છે. ન્યાયમૂર્તિ એસ વૈદ્યનાથને તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે આ સમયગાળા પછી વાહન માલિકે ડ્રાઈવર, મુસાફરો, થર્ડ પાર્ટી અને પોતાના હિતોનું રક્ષણ કરવા માટે જાગૃત રહેવું જોઈએ જેથી તેના પર કોઈ બિનજરૂરી જવાબદારી શિરે ન આવે.

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સની અરજી પર સુનાવણી મદ્રાસ હાઇકોર્ટ એક કેસમાં ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સની એક રિટ અરજીની સુનાવણી કરી રહી હતી. વીમા કંપનીએ 7 ડિસેમ્બર 2019 ના રોજ ઇરોડ સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ (મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ) ના નિર્ણયને પડકાર્યો હતો. તેની અરજીમાં ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ તરફથી કહેવામાં આવ્યું હતું કે કંપની માત્ર થર્ડ પાર્ટીને થતા નુકસાન માટે જવાબદાર છે. જો કાર ચાલક તરફથી અકસ્માત થાય તો કંપની આ નુકશાન માટે જવાબદાર નથી.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

કાર ખરીદતી વખતે વીમા વિશે સંપૂર્ણ માહિતી રાખો પોતાનો ચુકાદો આપતા પહેલા કોર્ટે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ કાર ખરીદે છે ત્યારે વીમા વિશે ન તો સંપૂર્ણ માહિતી શેર કરવામાં આવે છે અને ન તો ગ્રાહકોને તેમાં રસ હોય છે. તે દુઃખદ છે કે ખરીદનાર કાર ખરીદવા માટે મોટી રકમ ચૂકવવા તૈયાર છે પરંતુ વીમો ખરીદતી વખતે તે નાની રકમ માટે અચકાતો હોય છે.

વીમા મુખ્યત્વે બે પ્રકારના હોય છે આપણા દેશમાં મુખ્યત્વે બે પ્રકારના કાર વીમા છે. જ્યારે તમે કાર ખરીદવા જાઓ છો ત્યારે તેના વિશે માહિતી આપવામાં આવે છે. પ્રથમ Third Party Insurance છે અને બીજો Comprehensive Insurance છે. નિયમો અનુસાર થર્ડ પાર્ટી વીમો કોઈ પણ સંજોગોમાં લેવો પડે છે જ્યારે અન્ય વીમો લેવો કે ન લેવો તે ગ્રાહક પર આધાર રાખે છે.

થર્ડ પાર્ટી વીમો જરૂરી છે થર્ડ પાર્ટી વીમા હેઠળ જો તમારા વાહન દ્વારા કોઈ બીજાના વાહનને નુકસાન થાય છે તો વીમા કંપની અન્ય વાહન અને ડ્રાઈવરને થયેલા નુકસાનની ભરપાઈ કરશે. તેપોતાના વાહનને થયેલા નુકસાનને આવરી લેતું નથી. Comprehensive Insurance તમારા પોતાના વાહન અને અન્ય વાહનના નુકસાનને આવરી લે છે. આ સિવાય ઘણા પ્રકારના વીમા છે જે વિવિધ પ્રકારના કવરેજ પૂરું પાડે છે.

આ પણ વાંચો :   Share Market : પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

આ પણ વાંચો :  તો શું હવે વાનગીઓના સ્વાદની મીઠાશ ફિક્કી પડશે? જાણો મોંઘવારીની મારનો વધુ એક મામલો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">