કીડીઓનું ઘરમાં આવવું સામાન્ય વાત છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે કીડીઓ ઘરમાં આવવાથી કંઈક સંકેત મળે છે.
ઘરમાં કીડીઓની હાજરી ભવિષ્યમાં લાભ અને નુકસાન સૂચવે છે. આવો તમને જણાવીએ કે કઈ કીડી શુભ છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં કાળી કીડીની હાજરી સુખ-સમૃદ્ધિ દર્શાવે છે. ઘરમાં કાળી કીડીઓનું ટોળું જોવું એ નસીબના પલટાની નિશાની છે.
કાળી કીડીઓ સંપત્તિનું પ્રતીક છે. જો કાળી કીડીઓ ઉત્તર તરફથી આવે તો તે વધુ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં લાલ કીડીઓનું આવવું અશુભ માનવામાં આવે છે. ઘરમાં લાલ કીડીઓ મળવાથી ભવિષ્યમાં પરેશાનીઓ, દેવાં અને આર્થિક નુકસાનનો સંકેત મળે છે.
લાલ કીડીઓ આર્થિક નુકસાનનું પ્રતીક છે. જો લાલ કીડીઓ પૂર્વ દિશામાંથી નીકળે તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.