Tax બચાવવા માટે આ સરકારી યોજના છે બેસ્ટ, સાથે જ 7 રૂપિયા બચાવીને મેળવો 60 હજાર પેન્શન !
લોકો તેમની વૃદ્ધાવસ્થામાં પેન્શન માટે રોકાણ કરતા હોય છે. જેને ધ્યાને રાખી સરકારે 2015માં એક યોજના શરૂ કરી હતી. આ એક પેન્શન સ્કીમ છે જેમાં તમે નિવૃત્તિ પછી નિશ્ચિત આવક મેળવી શકો છો. આ ઉપરાંત તમે ITRમાં રોકાણ કરેલી રકમ બતાવીને ટેક્સ છૂટ મેળવી શકો છો.
દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી અમુક રકમ બચાવે છે અને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા ન માત્ર સુરક્ષિત હોય પણ સારું વળતર પણ મળે. આ સિવાય લોકો તેમની વૃદ્ધાવસ્થામાં પેન્શન માટે પણ રોકાણ કરે છે. જેને ધ્યાને રાખી સરકારે 2015માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. આ એક પેન્શન સ્કીમ છે જેમાં તમે નિવૃત્તિ પછી નિશ્ચિત આવક મેળવી શકો છો. આ ઉપરાંત તમે ITRમાં રોકાણ કરેલી રકમ બતાવીને ટેક્સ છૂટ મેળવી શકો છો.
જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં જોડાય છે, તો 60 વર્ષની ઉંમર પછી તેને 5000 રૂપિયાના માસિક પેન્શન માટે દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. આ મુજબ જો કોઈ વ્યક્તિ દરરોજ 7 રૂપિયા જમા કરે છે તો તેને 60 વર્ષ પછી દર મહિને 5000 રૂપિયા પેન્શન મળી શકે છે.
આ જ રીતે મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માટે મહિને તમારે માત્ર 42 રૂપિયા જ જમા કરાવવા પડશે. જ્યારે 2000 રૂપિયા પેન્શન મેળવવા માટે 84, રૂપિયા 3000 પેન્શન મેળવવા માટે મહિને માત્ર 126 અને મહિને 4000 પેન્શન મેળવવા માટે મહિને તમારે 168 રૂપિયા જમા કરાવવાના રહેશે.