સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ ? રાજકોટ પૂર્વ કાઉન્સિલર અને ભાજપ અગ્રણી પર થયો હુમલો, જુઓ Video

સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ ? રાજકોટ પૂર્વ કાઉન્સિલર અને ભાજપ અગ્રણી પર થયો હુમલો, જુઓ Video

Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 25, 2024 | 10:30 PM

રાજકોટ પૂર્વ કાઉન્સિલર અને ભાજપ અગ્રણી પર હુમલો થયો હોવાની ઘટના બની છે. કણકોટી મવડી રોડ પર પાર્ટી પ્લોટ ખાતે જયંતિ સરધારા પર જીવલેણ હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. 

રાજકોટમાં પૂર્વ કાઉન્સિલર અને ભાજપ અગ્રણી પર હુમલાની ઘટના બનતા રાજકારણ ગરમાયું છે. જયંતિ સરધારાનો આરોપ છે કે PI સંજય પાદરીયાએ હુમલો કર્યો. સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યાનું કહીને હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

જંયતિ સરધારા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. PI સંજય પાદરીયા જૂનાગઢ ખાતે ફરજ બજાવે છે તેવી પણ માહિતી સામે આવી હતી. PI સંજય પાદરીયા ખોડલધામમાં સક્રિય રીતે જોડાયેલા હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદની ચર્ચાએ પણ જોર પકડયું છે.

Published on: Nov 25, 2024 10:30 PM
g clip-path="url(#clip0_868_265)">