ડાલામથ્થાના આંટાફેરા હવે દીવ સુધી પહોંચ્યા, ઉનાના દરિયા કિનારા નજીક જોવા મળ્યો સાવજ- Video

ડાલામથ્થાના આંટાફેરા હવે દીવ સુધી પહોંચ્યા, ઉનાના દરિયા કિનારા નજીક જોવા મળ્યો સાવજ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2024 | 7:31 PM

ડાલામથ્થાના આંટાફેરા હવે દીવ સુધી પહોંચ્યા છે. દીવ રોડ પર સિંહના આંટાફેરા સામે આવ્યા છે. ઉના નજીક દરિયા કિનારા પાસે સિંહ આંટાફેરા કરતો જોવા મળ્યો. દિવસ દરમિયાન સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

સાવજના ગઢ ગણાતા ગીર, સાસણગીર, અમરેલી, જુનાગઢ બાદ સિંહોના આંટાફેરા હવે દીવ સુધી વધ્યા છે. સિંહો શિકારની શોધમાં જંગલની બહાર આંટાફેરા કરતા અનેકવાર જોવા મળે છે. જેમા ખાસ કરીને અમરેલી જિલ્લાના ધારી, રાજુલા, ખાંભા રેંજમાં તો અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. હવે ઉનાના દરિયાકિનારા સુધી સિંહ ચાલી ચાલીને પહોંચવા લાગ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી સિંહોએ જાણે દીવ નજીક ધામા નાખ્યા છે. અહીં ડાંગરની વાડીથછી ઝોલાવાડી સુધી સિંહોની લટાર જોવા મળી છે. ઉનામાં દીવ રોડ નજીક સિંહનો આંટાફેરા કરતો વીડિયો સામે આવ્યો છે.

દિવસના સમય દરમિયાન સિંહના આંટાફેરાથી લોકોમાં ભય ફેલાયો છે. ઉના દીવ રોડ પર નલિયા માંડવી નજીક કેસરી સિંહ ટહેલતો જોવા મળ્યો છે. રાતના સમયે ભાગ્યે જ દેખાતા સિંહો હવે ધોળા દિવસે જોવા મળી રહ્યા છે. જંગલના સિંહ હવે ઉનાના દરીયાકિનારા સુધી પહોંચી જતા આસપાસના વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. સિંહના દીવ રોડ પર આંટાફેરાનો વીડિયો રાહદારીએ તેના મોબાઈલ કેમેરામાં લીધેલો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">