નવસારી જિલ્લાના સાતેમ ગામેથી ઈજાગ્રસ્ત શિયાળને બચાવવા માં આવ્યું.
નવસારીના સાતમ ગામેથી ખેતરમાં કામ કરતા એક મજુરને રસ્તાની બાજુની નહેરમાં એક શિયાળનો અવાજ આવ્યો હતો.
અવાજ આવતા ત્યાં જઈ જોતા શિયાળ ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું.
આ સમગ્ર બાબતની જાણ તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપ નવસારીને કરવામાં આવી.
એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યો સ્થળ પર પહોંચી તપાસ કરતા એક શિયાળ જે કોઈક વાહનની અડફેટે આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું.
વાહનની અડફેટે શિયાળને કમરના ભાગે ઈજા પહોંચી હતી જેથી એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગના સ્ટાફ નવલસિંહ તથા હિરેન ભાઈ સ્થળ ઉપર પહોંચ્યા હતા.
એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યો સાથે શિયાળને રેસ્ક્યુ કરી સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું.