પાકિસ્તાનમાં શૂટ એન્ડ સાઇટ ઓર્ડર , ઇમરાન ખાનના સમર્થકો એ મચાવ્યો તાંડવ, હિંસામાં 4 રેન્જર્સ માર્યા ગયા
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનના સમર્થકોનું પ્રદર્શન હિંસક બની ગયું છે. આ હિંસક પ્રદર્શનમાં ચાર રેન્જર્સના મોત થયા છે. આ પછી સેનાએ સ્થળ પર શૂટ કરવાનો આદેશ જાહેર કર્યો છે. પીટીઆઈના કાર્યકરો તેમના નેતા ઈમરાન ખાનને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં હાલ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઈમરાન ખાનના સમર્થકોની ઈસ્લામાબાદ કૂચ હિંસક બની ગઈ છે. ઈમરાન ખાનની મુક્તિની માંગને લઈને ચાલી રહેલા હિંસક વિરોધમાં ચાર રેન્જર્સના મોત થયા છે. આ ઘટના બાદ પાકિસ્તાની સેનાએ ઈસ્લામાબાદમાં શૂટ એટ સાઈટના આદેશ જાહેર કર્યા છે. ઈમરાન ખાનના હજારો સમર્થકો ઈસ્લામાબાદના રસ્તાઓ પર ઉતરીને તેમની મુક્તિની માંગ કરી રહ્યા છે.
વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગ
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકર્તાઓ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે ઈસ્લામાબાદ તરફ કૂચ કરી રહ્યા છે. સોમવારે તેઓ ઈસ્લામાબાદની સરહદમાં પ્રવેશ્યા હતા અને તેમનું લક્ષ્ય ડી-ચોક પહોંચવાનું છે. આને લઈને ઈસ્લામાબાદમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બંધારણની કલમ 245 હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સેના તૈનાત કરવામાં આવી છે.
تمام تر فسطائیت اور شیلنگ کا مقابلہ کرتے ہوئے کارکنان جی 9 پہنچ گئے۔ حوصلے بلند اور جذبہ عروج پر۔#احتجاج_سے_انقلاب_تک pic.twitter.com/P6BoDB4maa
— PTI (@PTIofficial) November 26, 2024
ઈસ્લામાબાદમાં કલમ 144 પણ લાગુ
ઈસ્લામાબાદમાં 18 નવેમ્બરથી કલમ 144 પણ લાગુ છે. ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું હતું. વાસ્તવમાં, ઈમરાને વિરોધ પ્રદર્શનનું છેલ્લું કોલ આપ્યું હતું. જેમાં તેણે પોતાના સમર્થકોને ઈસ્લામાબાદ તરફ કૂચ કરવા વિનંતી કરી હતી જેથી તેઓ ઈમરાન સહિત તમામ પીટીઆઈ કેદીઓને મુક્ત કરવાની માંગ કરી શકે.
ઈમરાનને 14 વર્ષની જેલની સેવા
આ ઉપરાંત, તેમણે તેમના સમર્થકોને 8 ફેબ્રુઆરીની ચૂંટણીમાં તેમની કથિત જીતને ઓળખવા અને 26માં બંધારણીય સુધારાને રદ કરવાની માંગ કરવા કહ્યું. 26માં બંધારણીય સુધારાએ ન્યાયાધીશો અને મુખ્ય ન્યાયાધીશની નિમણૂકની પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં તોશાખાના કેસમાં ઈમરાનને 14 વર્ષની જેલ અને 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.