આજનું હવામાન :  ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેશે યથાવત્ ! હજુ આટલા દિવસ પડશે કડકડતી ઠંડી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેશે યથાવત્ ! હજુ આટલા દિવસ પડશે કડકડતી ઠંડી, જુઓ Video

| Updated on: Nov 26, 2024 | 7:57 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાતમાં આગામી કેટલાક દિવસોમાં તાપમાન સૂકુ રહે તેવી સંભાવના છે. મોટા ભાગના જિલ્લામાં વાતાવરણમાં ગુલાબી ઠંડીનો પણ અહેસાસ થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાતમાં આગામી કેટલાક દિવસોમાં તાપમાન સૂકુ રહે તેવી સંભાવના છે. મોટા ભાગના જિલ્લામાં વાતાવરણમાં ગુલાબી ઠંડીનો પણ અહેસાસ થાય તેવી શક્યતા છે. અમદાવાદમાં આગામી કેટલાક દિવસ વહેલી સવારે ઠંડા પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. જોકે બપોરથી મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. જેથી શહેરીજનોને ગરમીનો અહેસાસ પણ થયો હતો.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ છોટાઉદેપુર, ડાંગ,ખેડા, પંચમહાલ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ગીર સોમનાથમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

g clip-path="url(#clip0_868_265)">