તો શું હવે વાનગીઓના સ્વાદની મીઠાશ ફિક્કી પડશે? જાણો મોંઘવારીની મારનો વધુ એક મામલો
સંગઠને ખાંડ મિલોની રોકડ સ્થિતિ સુધારવા માટે ખાંડની લઘુતમ વેચાણ કિંમત વર્તમાન રૂ 31 થી વધારીને 34.5-35 રૂપિયા પ્રતિ કિલો કરવાની માંગ કરી છે.
ખાંડ મિલ ઉદ્યોગ ISMA (ISMA-Indian Sugar Mills Association ) એ બુધવારે જણાવ્યું હતું કે શેરડીના વાજબી અને લાભદાયી ભાવ (FRP) માં 5 રૂપિયાનો વધારો મિલરો પર બોજ નહીં પડે પરંતુ સંગઠને ખાંડ મિલોની રોકડ સ્થિતિ સુધારવા માટે ખાંડની લઘુતમ વેચાણ કિંમત વર્તમાન રૂ 31 થી વધારીને 34.5-35 રૂપિયા પ્રતિ કિલો કરવાની માંગ કરી છે.
સૌથી પહેલા જાણો કે એમએસપી શું છે? ન્યૂનતમ વેચાણ કિંમત (MSP ) એ દર છે કે જેના પર ખાંડ મિલો તેમની ખાંડ ખુલ્લા બજારમાં વેચે છે. ખાંડ મિલો જથ્થાબંધ વેપારીઓ ઠંડા પીણા ઉત્પાદકો અને બિસ્કિટ ઉત્પાદકોને ખુલ્લા બજારમાં ખાંડ વેચે છે.
સરકારે શું પગલા લીધા ? લગભગ પાંચ કરોડ શેરડી ઉત્પાદકોની આવક વધારવા માટે સરકારે શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 5 રૂપિયા વધારીને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની જાહેરાત કરી છે.
શું છે માંગ ? સુગર મિલ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ISMA) ના ડાયરેક્ટર જનરલ અવિનાશ વર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખાંડ વર્ષ ૨૦૨૧-૨૨ માટે શેરડીની FRP 5 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાના સરકારના નિર્ણયથી ખાંડ ઉદ્યોગ વધુ બોજ નહીં અનુભવો પડે.વર્માએ જણાવ્યું હતું કે એફઆરપીમાં વધારા સાથે, ખાંડ ઉદ્યોગ અપેક્ષા રાખશે કે સરકાર ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ (એમએસપી) માં પણ વધારો કરશે જેથી ખાંડ મિલ માલિકોને વર્તમાન અને આગામી સિઝનમાં ખેડૂતોને વધુ શેરડીના ભાવની ચુકવણીને વ્યવસ્થિત કરવામાં મદદ મળશે. .
તેમણે કહ્યું કે, ખાંડની એમએસપી 30 મહિનાથી વધુ સમય સુધી સ્થિર રહી છે, જોકે વર્ષ 2020-21માં શેરડીની એફઆરપીમાં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંત્રીઓના ગ્રુપ, નીતિ આયોગ, સચિવોની સમિતિ અને અનેક રાજ્ય સરકારોએ ગયા વર્ષે માર્ચ અને જુલાઈ 2020 વચ્ચે ખાંડના એમએસપીમાં વધારો કરવાની વાત કરી હતી.
વર્માએ કહ્યું, અમને આશા છે કે સરકાર આ ભલામણો પર ધ્યાન આપશે અને ખાંડની MSP વધારીને 34.50-35 રૂપિયા પ્રતિ કિલો કરી દેશે. ત્યાં કોઈ અસર થશે નહીં અને ચોક્કસપણે તે કોઈપણ પ્રકારની મોંઘવારી તરફ દોરી જશે નહીં.
કેટલું ઉત્પાદન થાય છે ? વર્ષ 2020-21માં ફેબ્રુઆરી સુધી 233.77 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 194.82 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. ખાંડનું માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. ઓક્ટોબર-ફેબ્રુઆરી 2020-21 દરમિયાન મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન આ વખતે વધીને 84.85 લાખ ટન થયું છે જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 50.70 લાખ ટન હતું.
ઉત્તરપ્રદેશમાં ઉત્પાદન 76.86 લાખ ટનને બદલે 74.20 લાખ ટન રહ્યું છે . કર્ણાટકમાં ફેબ્રુઆરી સુધી ખાંડનું ઉત્પાદન વધીને 40.53 લાખ ટન થયું છે જે ગયા વર્ષના સમાન ગાળામાં 32.60 લાખ ટન હતું. ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ખાંડના વર્તમાન ભાવ લગભગ 80-100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઓછા છે.