AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના પીઠડિયા ટોલ પ્લાઝા પર લોકલ ટોલનો ભાવ વધારો પરત ખેંચાયો, TV9ના અહેવાલનો પડ્યો પડઘો- Video

રાજકોટના પીઠડિયા ટોલ પ્લાઝા પર લોકલ ટોલનો ભાવ વધારો પરત ખેંચાયો, TV9ના અહેવાલનો પડ્યો પડઘો- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2024 | 4:28 PM
Share

tv9ના અહેવાલ બાદ જેતપુરનું તંત્ર જાગ્યુ છે. જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર લોકલ ટોલમાં કરાયેલો 15 રૂપિયાનો ભાવ વધારો પરત ખેંચાયો છે. લોકલ ટોલટેક્સ 10 રૂપિયાથી વધારી 25 રૂપિયા કરાયો હતો. જેની સામે વાહનચાલકોમાં રોષ ફેલાયો હતો. tv9એ મજબુતાઈ લોકોની સમસ્યાને વાચા આપતા ટોલપ્લાઝાએ ભાવવધારો પરત લેવો પડ્યો છે

રાજકોટના પીઠડિયા ટોલ પ્લાઝા પર લોકલ ટોલનો ભાવ વધારો પરત ખેંચાયો છે. tv9ના અહેવાલ બાદ જેતપુરનું તંત્ર જાગ્યુ છે. લોકલ ટોલ ટેક્સનો ભાવ 10 રૂપિયાથી વધારીને 25 રૂપિયા કરાયો હતો. હવેથી 10 રૂપિયા જ ટોલ વસુલવામાં આવશે. પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા રાતોરાત દસ રૂપિયામાંથી 25 રૂપિયા ટોલ ચાર્જ કરી દેતા વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. એકાએક દોઢ ગણા ભાવ વધારાથી જેતપુરના વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.

ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર્સ અને ડાઈંગ એસોસિએશન મેદાને ઉતર્યા હતા. બંને સંસ્થાઓએ ટોલ પ્લાઝાએ જઈ 24 કલાકમાં ભાવ વધારો પાછો ખેંચવાની માગ કરી છે. બંને સંસ્થાએ 24 કલાકમાં ભાવ વધારો પાછો ખેંચવાનું અલ્ટિમેટમ આપ્યું હતુ.  24 કલાકમાં ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો દરેક સંસ્થાઓને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આ ટોલ પ્લાઝા જ્યારથી ખૂલ્યુ ત્યારથી જ વિવાદોમાં રહ્યું છે. ટોલ પ્લાઝા બનતું હતું ત્યારે જેતપુર ચેમર્સ ઓફ કોમર્સ, ડાઈંગ એસોસિએશન તેમજ રાજકીય પક્ષોએ આ ટોલ નાકાનો જ વિરોધ કર્યો જેને લઈને ટોલ પ્લાઝાનું કામ બંધ કરાયું હતું. ત્યારે ફરી એકવાર તોતિંગ ભાવ વધારો કરતા રોષ છે. જેને લઈને ટોલ પ્લાઝાના મેનેજર કહ્યું કે ભાવ વધારાની રજૂઆત અમે ઉપર કંપનીમાં મોકલી આપીશું.ઉપરથી કંપની આ અંગે વિચારણા કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 25, 2024 04:10 PM
g clip-path="url(#clip0_868_265)">