Vivoના ભારતીય બિઝનેસને ટાટા નહીં ખરીદે, શું Apple એ પાડી ના ?
Vivo કંપની પર ભારત સરકાર તરફથી દબાણ હતું કે Vivoનું નિયંત્રણ ભારતીય કંપની પાસે હોવું જોઈએ, આ કારણથી Vivo તેના ભારતીય યુનિટમાં 51 ટકા હિસ્સો ટાટાને વેચવાનું વિચારી રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટાટા ગ્રૂપે Vivo Indiaમાં 51 ટકા હિસ્સો ખરીદવાનો પ્લાન ડ્રોપ કર્યો છે.
ટાટા ગ્રુપે હાલમાં ચીનની અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ Vivoના ભારતીય બિઝનેસમાં 51 ટકા હિસ્સો ખરીદવાનો તેનો પ્લાન મુલતવી રાખ્યો છે. અમેરિકન કંપની એપલે આ ડીલ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે ટાટાએ Vivo સાથેની ડીલ મુલતવી રાખી છે. આવી સ્થિતિમાં એપલ કંપની નથી ઈચ્છતી કે તેના કોઈ ભાગીદાર તેની હરીફ કંપનીમાં હિસ્સો ધરાવે.
Vivo કંપની પર ભારત સરકાર તરફથી દબાણ હતું કે Vivoનું નિયંત્રણ ભારતીય કંપની પાસે હોવું જોઈએ, આ કારણથી Vivo તેના ભારતીય યુનિટમાં 51 ટકા હિસ્સો ટાટાને વેચવાનું વિચારી રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટાટા ગ્રૂપની Vivo Indiaમાં 51 ટકા હિસ્સો લેવાના પ્લાનનો એપલના વાંધાને કારણે સફળ થયો નથી. ટાટા ગ્રૂપ એપલ માટે મુખ્ય પ્રોડક્શન ભાગીદાર છે. Apple અને Vivo એકબીજાના હરીફ છે. આવી સ્થિતિમાં એપલને આ ડીલ પસંદ આવી નથી.
જો આપણે ટાટા ગ્રૂપની વાત કરીએ તો ટાટા ગ્રૂપ ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. Appleના મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તાઈવાની વિસ્ટ્રોનની ફેક્ટરીઓ ખરીદવી એ જૂથ માટે મોટી જીત હતી. એપલ સાથેના કરારથી માત્ર ટાટા ગ્રુપને ભારતમાં વેચાણ માટે iPhones બનાવવાની તક મળી નહીં, પરંતુ બાકીના વિશ્વમાં વેચાણ માટે iPhones બનાવવાની તક પણ મળી.
વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર સ્માર્ટફોન કંપની સાથે કામ કરીને ટાટા ગ્રૂપ મોટા પાયે કામ કરી શક્યું છે. આ કરાર સાથે ટાટા ગ્રુપને તાઈવાની ફોક્સકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોન જેવી વિશ્વની મોટી ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં પણ સારી ઓળખ મળી છે.