Tata Company: ટાટાની આ કંપનીના શેરનો ભાવ તૂટ્યો, બજારની તેજી વચ્ચે ભાવ 73 પર આવ્યો

જો આપણે શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો, ટાટાની આ કંપનીનો હિસ્સો 48 ટકાથી વધુ હતો, ટાટા સન્સ અને ટાટા પાવરનો હિસ્સો અનુક્રમે 19.58 ટકા અને 6.48 ટકા હતો. પબ્લિક શેરહોલ્ડિંગ 25.64 ટકા છે. ગુરુવારે આ શેર રૂ. 73.96 પર બંધ થયો હતો. શેર એક દિવસ અગાઉના રૂ. 75.05ના બંધથી 1.45% ઘટ્યો હતો.

Tata Company: ટાટાની આ કંપનીના શેરનો ભાવ તૂટ્યો, બજારની તેજી વચ્ચે ભાવ 73 પર આવ્યો
Follow Us:
| Updated on: Mar 29, 2024 | 8:14 PM

નાણાકીય વર્ષ 2024ના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તોફાન આવ્યું હતું. આ તેજી વચ્ચે ટાટા કંપની ટાટા ટેલિસર્વિસિસ લિમિટેડ (TTML)ના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે આ શેર રૂ. 73.96 પર બંધ થયો હતો. શેર એક દિવસ અગાઉના રૂ. 75.05ના બંધથી 1.45% ઘટ્યો હતો.

તમને જણાવી દઈએ કે TTML શેરનો 52 સપ્તાહનો નીચો ભાવ 49.80 રૂપિયા છે. જ્યારે સપ્ટેમ્બર 2023માં શેરની કિંમત 109.10 રૂપિયા હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે.

ત્રિમાસિક પરિણામો કેવા રહ્યા?

TTMLના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો વિશે વાત કરીએ તો, કંપનીની ચોખ્ખી ખોટ રૂ. 307.69 કરોડ હતી. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 279.79 કરોડની ખોટ થઈ હતી. વેચાણની વાત કરીએ તો તે 5.01% વધીને રૂ. 296.03 કરોડ થઈ છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

પબ્લિક શેરહોલ્ડિંગ 25.64 ટકા

એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તે રૂ. 281.90 કરોડ હતો. ડિસેમ્બર ક્વાર્ટર સુધીમાં, પ્રમોટરો પાસે કંપનીમાં 74.36 ટકા હિસ્સો હતો. જો આપણે તેની શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો, ટાટા ટેલિસર્વિસિસનો હિસ્સો 48 ટકાથી વધુ હતો, ટાટા સન્સ અને ટાટા પાવરનો હિસ્સો અનુક્રમે 19.58 ટકા અને 6.48 ટકા હતો. પબ્લિક શેરહોલ્ડિંગ 25.64 ટકા છે.

TTML કંપની વિશે

આ કંપની એટલે કે TTML ગ્રાહકોને કનેક્ટિવિટી અને કોમ્યુનિકેશન સોલ્યુશન્સ પ્રદાન કરે છે. ભારતમાં કનેક્ટિવિટી, હેલ્પ, ક્લાઉડ, સિક્યુરિટી, IoT અને માર્કેટિંગ સોલ્યુશન્સ જેવી સેવાઓ પૂરી પાડે છે. તેનું બ્રાન્ડ નામ Tata Tele Business Services (TTBS) છે. TTBS સાહસોને સંકલિત ટેલિકોમ સોલ્યુશન્સ પૂરા પાડે છે.

3.5 લાખ કર્મચારીઓને તાલીમ

અહીં, ટાટાની અન્ય એક કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ તેના 3.5 લાખ કર્મચારીઓને જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Gen-AI)માં તાલીમ આપી છે. કંપનીએ જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે 1.5 લાખ કર્મચારીઓને વિવિધ કૌશલ્ય કાર્યક્રમોમાં તાલીમ આપવામાં આવી છે, જે ભવિષ્યમાં કંપની માટે સૌથી મોટી તક હોવાનું કહેવાય છે. કંપનીએ હવે GenAIમાં પ્રશિક્ષિત કર્મચારીઓની સંખ્યા અડધાથી વધુ કરી દીધી છે.

ક્લાઉડ અને AI અપનાવવા માટે ગ્રાહકોની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા કંપની 2023માં AI અને ક્લાઉડ માટે સમર્પિત એકમ બનાવનાર પ્રથમ તકનીકી કંપની બની હતી.

આ પણ વાંચો: Net Worth: નાણાકીય વર્ષના અંતિમ દિવસે મુકેશ અંબાણી પર ભારે પડ્યા ગૌતમ અદાણી, વિશ્વના અબજોપતિઓની યાદીમાં માર્યો કૂદકો

Latest News Updates

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">