Share Market : સપ્તાહના છેલ્લાં દિવસે પણ બજારમાં તેજીનો માહોલ, Sensex 56 હજારને પાર પહોંચ્યો

|

Jul 22, 2022 | 10:31 AM

ભારતીય શેરબજારો ગુરુવારે સતત પાંચમા કારોબારી દિવસે ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 284.42 પોઈન્ટ્સ અથવા 0.51% વધીને 55,681.95 પર અને નિફ્ટી 84.50 પોઈન્ટ્સ અથવા 0.51% વધીને 16,605.30 પર બંધ રહ્યો હતો.

Share Market : સપ્તાહના છેલ્લાં દિવસે પણ બજારમાં તેજીનો માહોલ, Sensex  56 હજારને પાર પહોંચ્યો
Symbolic Image

Follow us on

વૈશ્વિક બજારના સારા સંકેતોને કારણે આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે  શેરબજાર(Share Market)ની મજબૂત શરૂઆત થઈ હતી. આઈટી સિવાયના તમામ ક્ષેત્રોમાં ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી સતત છઠ્ઠા દિવસે વધ્યા હતા. આજે BSE પર 2548 શેર ટ્રેડ થઈ રહ્યા છે તેમાંથી 1811 શેર વધ્યા છે જ્યારે 603 શેરમાં ઘટાડો થયો છે. ECB વ્યાજ દરમાં 0.5% વધારો કર્યો છે. 11 વર્ષમાં પ્રથમ વખત દરમાં વધારો કરવામાં આવ્યો છે. યુકેમાં ફુગાવો 9.3 ટકા પર પહોંચી ગયો છે જે 40 વર્ષની ટોચે છે.

શેરબજારની  સ્થિતિ(10:23 PM)

SENSEX 55,811.73
+129.78 (0.23%)
NIFTY 16,647.35
+40.90 (0.25%)

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજારમાં વધારો જોવા મળી રહ્યો છે.યુપીએલ, કોટક મહિન્દ્રા બેંક, નેસ્લે ઈન્ડિયા, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ  જ્યારે ઈન્ફોસીસ, ઓએનજીસી, એલએન્ડટી અને એપોલો હોસ્પિટલ્સ ઘટ્યા હતા. રૂપિયો પ્રતિ ડૉલર 79.89 પર ખૂલ્યો હતો જે ગુરુવારે 79.95 પ્રતિ ડૉલરના બંધ હતો.

સેન્સેક્સ અને નિફટીનો ઉતાર – ચઢાવ

SENSEX NIFTY
Open 55,800.84 Open 16,661.25
High 56,006.22 High 16,704.80
Low 55,724.80 Low 16,623.10
Prev close 55,681.95 Prev close 16,605.25
52-wk high 62,245.43 52-wk high 18,604.45
52-wk low 50,921.22 52-wk low 15,183.40

અમેરિકી બજાર મજબૂત બંધ થયું

ગુરુવારે અમેરિકી બજારો મજબૂત સ્થિતિમાં બંધ થયા હતા. નાસ્ડેક 1.36% વધીને 12,059.61 પર બંધ થયો છે. ટેસ્લાના ત્રિમાસિક પરિણામો શાનદાર હતા જેના પછી શેરે સારી તેજી નોંધાવી હતી. આનાથી ઇન્ડેક્સમાં વધારો થયો હતો. S&P 500 ઇન્ડેક્સ લગભગ 1% વધીને 3,998.95 પર બંધ રહ્યો હતો જ્યારે ડાઉ જોન્સ 162 પોઈન્ટ અથવા 0.51% વધીને 32,036.90 પર બંધ થયો હતો. આ અઠવાડિયે ત્રણેય ઇન્ડેક્સ નોંધપાત્ર ઉછાળામાં છે.

રાશા થડાનીએ કઈ શાળામાં અભ્યાસ કર્યો, જુઓ ફોટો
કોના નામનું સિંદૂર લગાવે છે રેખા ? આટલા વર્ષે થયો ખુલાસો
શું તમારા ઘરના વોશ બેસિનમાં પણ છે નાનું કાણું? જાણો તે કેમ હોય છે
Budget 2025: Income Tax ભરનારાઓની પડી જશે મોજ, આ છે મોટું કારણ
Travel Guide: ભારતના આ સ્થળોની રેલયાત્રા આપને આપશે યાદગાર સંભારણુ
શું તમારી ગાડી કે બાઈક પર ભગવાનનું નામ લખેલું છે? જાણો પ્રેમાનંદ મહારાજે કરી સચોટ વાત

શુક્રવારે સતત પાંચમા દિવસે વધારો નોંધાયો

ભારતીય શેરબજારો ગુરુવારે સતત પાંચમા કારોબારી દિવસે ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 284.42 પોઈન્ટ્સ અથવા 0.51% વધીને 55,681.95 પર અને નિફ્ટી 84.50 પોઈન્ટ્સ અથવા 0.51% વધીને 16,605.30 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, યુપીએલ અને બજાફ ફિનસર્વ ટોપ ગેઈનર્સમાં હતા જ્યારે ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, સિપ્લા અને ટેક મહિન્દ્રા ઘટ્યા હતા.

સેક્ટરની વાત કરીએ તો ફાર્મા, પીએસયુ બેંક, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 1-2%ના વધારા સાથે બંધ થયા સિવાય તમામ ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયા હતા. બીજી તરફ BSE મિડકેપ ઈન્ડેક્સ 1.2% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.9% વધ્યા છે.

 

Published On - 10:31 am, Fri, 22 July 22

Next Article