બેંક, રિયલ્ટી અને મીડિયા શેર્સમાં થયો 10 ટકાનો ઘટાડો, મિડકેપ અને સ્મોલકેપને લાગ્યો વધારે ફટકો
ઈન્ડસઇન્ડ બેંક, બંધન બેંક, પંજાબ નેશનલ બેંક, કોટક બેંક અને IDFC ફર્સ્ટ બેંકમાં 2.5 થી 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક, PSB, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેંક અને ઈન્ડિયન બેંકના શેરમાં 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
આજે 12 ફેબ્રુઆરીએ સેન્સેક્સ અને નિફ્ટીમાં અંદાજે 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બપોર બાદના ટ્રેડિંગ સેશનમાં આ ઘટાડો વધ્યો હતો. તેમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં વધારે ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગને કારણે BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષ 2 ટકાથી વધારે ઘટ્યા હતા. આ ઉપરાંત બેન્કિંગ, રિયલ્ટી અને મીડિયા શેર્સમાં પણ મોટો ઘટાડો આવ્યો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 2 ટકાથી વધારે એટલે કે અંદાજે 700 પોઈન્ટ ઘટ્યો હતો.
બેંકના શેરમાં 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો
ઈન્ડસઇન્ડ બેંક, બંધન બેંક, પંજાબ નેશનલ બેંક, કોટક બેંક અને IDFC ફર્સ્ટ બેંકમાં 2.5 થી 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. લગભગ તમામ 12 સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા. નિફ્ટી PSU બેન્ક ઈન્ડેક્સ 3 ટકાથી વધારે ઘટ્યો હતો. આ સાથે જ ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક, PSB, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેંક અને ઈન્ડિયન બેંકના શેરમાં 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
રિયલ્ટી શેરોમાં વેચવાલી રહી
નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઘટ્યો હતો. શોભા, લોઢા અને ફોનિક્સ મિલ્સના શેર 5 ટકા સુધી તૂટ્યા હતા. ડીશ ટીવી, DBC કોર્પ, હેથવે અને ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં 7.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. આ તમામ શેર્સની અસર નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ પર પડી અને તે 2 ટકાથી વધારે તૂટ્યો હતો.
આ પણ વાંચો : ICICI બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજમાં કર્યો વધારો, રોકાણકારોને મળશે વધુ લાભ
મિડકેપ અને સ્મોલકેપને પડ્યો ફટકો
SJVN, અંબર એન્ટરપ્રાઈઝ, NBCC (ઈન્ડિયા), HUDCO, IRB ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને MCX ઈન્ડિયા ટોપ સ્મોલકેપ લૂઝર રહ્યા હતા. તેમાં 9 ટકાથી લઈને 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં NHPC, IRFC, ભારત ડાયનેમિક્સ અને યસ બેન્કના શેર 8 થી 12 ટકા તૂટ્યા હતા.
(નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)