રતન ટાટાનો કમાલ, શેરબજારમાં સતત બીજા સપ્તાહે ટોચ પર પહોંચી આ કંપની, 10 પોઈન્ટમાં સમજો આખી વાર્તા

અહેવાલ મુજબ, સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી સાતના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂપિયા 1,72,225.62 કરોડનો વધારો થયો છે. જ્યારે ત્રણ કંપનીઓના માર્કેટકેપમાં રૂપિયા 18847.28 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો.

રતન ટાટાનો કમાલ, શેરબજારમાં સતત બીજા સપ્તાહે ટોચ પર પહોંચી આ કંપની, 10 પોઈન્ટમાં સમજો આખી વાર્તા
Follow Us:
| Updated on: Jul 14, 2024 | 3:42 PM

રતન ટાટાની સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસે સતત બીજા સપ્તાહમાં સારું પ્રદર્શન કર્યું. ટોચની 10 કંપનીઓમાં TCS એ તેના માર્કેટ કેપમાં સૌથી વધુ વધારો જોયો છે. હકીકતમાં, થોડા દિવસો પહેલા, TCSના ત્રિમાસિક પરિણામો પછી, કંપનીના શેરમાં લગભગ 7 ટકાનો વધારો થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં સારો એવો વધારો થયો છે. બીજી તરફ ITC, Infosys અને LICના માર્કેટ કેપમાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં થોડો વધારો જોવા મળ્યો હતો.

અહેવાલ મુજબ, સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી સાતના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂપિયા 1,72,225.62 કરોડનો વધારો થયો છે. જ્યારે ત્રણ કંપનીઓના માર્કેટકેપમાં રૂપિયા 18847.28 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. HDFC બેંકને સૌથી વધુ 18 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ગયા સપ્તાહે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 522.74 પોઈન્ટ અથવા 0.65 ટકાનો વધારો થયો હતો. શુક્રવારે સેન્સેક્સ 622 પોઈન્ટ અથવા 0.78 ટકા ઉછળીને 80,519.34 ના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન, તે 996.17 પોઈન્ટ અથવા 1.24 ટકા વધીને 80,893.51 પોઈન્ટની તેની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે દેશની ટોપ 10 કંપનીઓનું માર્કેટ કેપ શું છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

દેશની સૌથી મોટી IT કંપનીઓમાંની એક TCSની માર્કેટ મૂડી રૂપિયા 62,393.92 કરોડ વધીને રૂપિયા 15,14,133.45 કરોડે પહોંચી છે. જૂન ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી IT સર્વિસ કંપની TCSનો ચોખ્ખો નફો 8.7 ટકા વધીને રૂપિયા 12,040 કરોડ થયો છે. આ પછી શુક્રવારે TCSના શેરમાં લગભગ સાત ટકાનો વધારો થયો હતો. ગયા સપ્તાહે દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક ITCનું માર્કેટ વેલ્યુએશન રૂપિયા 31,858.83 કરોડ વધીને રૂપિયા 5,73,258.78 કરોડ થયું હતું.

  • દેશની સૌથી મોટી આઈટી કંપનીઓમાંની એક ઈન્ફોસિસનું બજારમૂલ્ય રૂપિયા 26,905.14 કરોડ વધીને રૂપિયા 7,10,827.27 કરોડ થયું છે.
  • બીજી તરફ દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નું મૂલ્યાંકન રૂપિયા 22,422.12 કરોડ વધીને રૂપિયા 6,64,947.01 કરોડ થયું છે.
  • દેશની સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ વેલ્યુએશન રૂપિયા 17,668.92 કરોડ વધીને રૂપિયા 6,16,156.81 કરોડ થયું છે.
  • દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂપિયા 9,066.19 કરોડના ઉછાળા સાથે રૂપિયા 21,60,628.75 કરોડ પર પહોંચી છે.
  • દેશની સૌથી મોટી લિસ્ટેડ ટેલિકોમ કંપની ભારતી એરટેલનું બજાર મૂલ્ય રૂપિયા 1,910.5 કરોડ વધીને રૂપિયા 8,15,705.36 કરોડ થયું છે. આ વલણથી વિપરીત, HDFC બેન્કનું મૂલ્યાંકન રૂપિયા 18,069.29 કરોડ ઘટીને રૂપિયા 12,35,825.35 કરોડ થયું હતું.
  • દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું માર્કેટ વેલ્યુએશન રૂપિયા 356.99 કરોડ ઘટીને રૂપિયા 7,67,204.26 કરોડ થયું છે.
  • દેશની બીજી સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા ICICI બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 210.5 કરોડ ઘટીને રૂપિયા 8,67,668.16 કરોડ થયું છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">