Ola ઈલેક્ટ્રિકનો આવશે IPO, કંપનીએ સેબીમાં દાખલ કર્યો DRHP, જાણો વિગતો
વર્ષ 2022-23 દરમિયાન ભારતમાં ઈ-સ્કૂટરનું વેચાણ લગભગ ત્રણ ગણું વધીને 7,00,000 થી વધારે થયું છે. જેમાં ઓલા બજારમાં અગ્રેસર છે, પરંતુ દેશમાં વેચાયેલા 15 મિલિયનથી વધુ ટુ-વ્હીલર કરતાં વેચાણ હજુ પણ પાછળ છે. નવા દસ્તાવેજમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે, ઓલા 2024-25માં 9,00,000 યુનિટ્સનું વેચાણ કરશે.
ઓલા ઈલેક્ટ્રીક ટુ વ્હીલર અને અન્ય ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન કરતી કંપની IPO ની તૈયારી કરી રહી છે. કંપનીએ માર્કેટ રેગ્યુલેટર સેબીમાં DRHP ફાઈલ કર્યો છે. કંપની IPO દ્વારા 5,500 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. IANS સમાચાર મૂજબ વર્ષ 2008માં બજાજ ઓટોએ શેરબજારમાં પ્રવેશ કર્યો ત્યારથી ભારતમાં ટુ-વ્હીલર ઉત્પાદક દ્વારા આ પહેલો IPO હશે.
5,500 કરોડ સુધીના ઈક્વિટી શેરનો ઈશ્યુ
મીડિયા અહેવાલ અનુસાર, ભાવિશ અગ્રવાલની આગેવાની હેઠળના ઓલા ઈલેક્ટ્રિકનો આ ઈશ્યુ 5,500 કરોડ સુધીના ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યુ છે અને 95,191,195 ઈક્વિટી શેરના 10 રૂપિયાની ફેસ વેલ્યુ પર ઓફર ફોર સેલ છે. સોફ્ટબેંક સમર્થિત ઓલા ઈલેક્ટ્રીકે 2023-2025 માટે તેના વેચાણ લક્ષ્યાંકોને અડધાથી વધારે ઘટાડી દીધા છે.
3 લાખ ઈ-સ્કૂટર્સના વેચાણની શક્યતા
કંપનીએ સરકારી પ્રોત્સાહનોના અભાવે ઈ-સ્કૂટરના ભાવમાં થયેલા વધારાને પગલે કંપનીએ તેના નફાના લક્ષ્યાંકમાં 1 વર્ષનો વિલંબ કર્યો છે. બિઝનેસ ટુડેના અહેવાલ અનુસાર ઓલાના તાજેતરના નાણાકીય અંદાજોમાંથી એક દસ્તાવેજ દર્શાવે છે કે, તે હવે માર્ચ 2024 સુધીમાં ચાલુ નાણાકીય વર્ષમાં 3,00,000 ઈ-સ્કૂટર્સનું વેચાણ રેકોર્ડ કરવાની અપેક્ષા રાખે છે, જે પહેલાના 8,82,000ના લક્ષ્યાંક કરતાઅ ઓછું છે.
આ પણ વાંચો : તમે IPO ભરો છો અને શેર નથી લાગતા? હવે આઈપીઓ ભરતી વખતે આ રીત અજમાવજો
ઈ-સ્કૂટરના વેચાણમાં ત્રણ ગણો વધારો થયો
વર્ષ 2022-23 દરમિયાન ભારતમાં ઈ-સ્કૂટરનું વેચાણ લગભગ ત્રણ ગણું વધીને 7,00,000 થી વધારે થયું છે. જેમાં ઓલા બજારમાં અગ્રેસર છે, પરંતુ દેશમાં વેચાયેલા 15 મિલિયનથી વધુ ટુ-વ્હીલર કરતાં વેચાણ હજુ પણ પાછળ છે. નવા દસ્તાવેજમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે, ઓલા 2024-25માં 9,00,000 યુનિટ્સ અને 2025-26માં 2.3 મિલિયન યુનિટ્સનું વેચાણ કરશે.