જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો હવે રૂપિયા રેડી રાખજો, સ્ટોક માર્કેટમાં આજથી થઈ ઘટાડાની શરૂઆત

બુધવારે દિવસના કારોબાર બાદ સેન્સેક્સ 931 પોઈન્ટ ઘટીને 70,506 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી 303 પોઈન્ટ ઘટીને 21150ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી બેંકમાં 426 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, જે બાદ તે 47,445 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1,488 પોઈન્ટ ઘટીને 44,025 પર બંધ રહ્યો હતો.

જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો હવે રૂપિયા રેડી રાખજો, સ્ટોક માર્કેટમાં આજથી થઈ ઘટાડાની શરૂઆત
Stock Market
Follow Us:
| Updated on: Dec 31, 2023 | 1:18 PM

ભારતીય શેરબજારમાં આજે જબરદસ્ત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 11,00 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. બુધવારના ટ્રેડિંગમાં જ સેન્સેક્સે 71,913.07 પોઈન્ટના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. પરંતુ ત્યારબાદ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ઘટીને 70,302 પોઈન્ટ થયો હતો. સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 70,506 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 302 પોઇન્ટના મોટા ઘટાડા સાથે 21,150 પર બંધ થયો હતો.

મિડકેપ ઈન્ડેક્સ 3 ટકાથી વધારે ઘટીને બંધ થયા

રેકોર્ડ હાઈ પર પહોંચ્યા બાદ આજે શેરબજારમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી મોટા નુકસાન સાથે બંધ થયા છે. આ સાથે જ મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આજે નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સ 3 ટકાથી વધારે ઘટીને બંધ થયા છે. BSE ના તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા છે. મેટલ, પાવર અને ઓટો ઈન્ડેક્સ સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટી પીએસયુ બેન્ક 4 ટકા અને નિફ્ટી મીડિયા 5 ટકા ઘટીને બંધ થયા છે.

માર્કેટ કેપમાં 9 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો

આજે સવારે મજબૂત વૈશ્વિક સંકેતોના આધારે બજારની મજબૂત શરૂઆત થઈ, પરંતુ છેલ્લા કલાકમાં પ્રોફિટ બુકિંગનું જોરદાર દબાણ જોવા મળ્યું અને નિફ્ટી 21,200ની નીચે બંધ રહ્યો હતો. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપમાં 9 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

બજારમાં મંંદી જોવા મળી શકે

હવે આજની બજારની સ્થિતિને જોતા એવું લાગી રહ્યુ છે કે હવે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે. આ ઉપરાંંત બજારના નિષ્ણાંતોએ પણ એવુ અનુમાન લગાવ્યું હતું કે આ સપ્તાહ દરમિયાન બજારમાં મંંદી જોવા મળી શકે છે. આજના મોટા ઘટાડા બાદ આગામી 2 દિવસ પણ બજારમાં નરમાશ જોવા મળી શકે છે. તેથી જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો તમને સસ્તા ભાવમાં શેર ખરીદવાનો મોકો મળશે.

આ પણ વાંચો : UPI થી રૂપિયા ટ્રાન્સફર થવામાં લાગશે 4 કલાક! સરકાર લાવી રહી છે નવો નિયમ, જાણો તેનાથી તમને શું ફાયદો થશે

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ 10 ટકા અને પિરામલ એન્ટરપ્રાઇઝ 8 ટકા ઘટીને બંધ થયા છે. આરબીઆઈએ AIF માટે ધિરાણના ધોરણો કડક કર્યા છે, જે બાદ આ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડમાં આઈટી શેરોમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ સત્રના અંત સુધી ટકી શક્યો નહોતો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">