Sabka Sapna Money Money : Small Cap Funds શું છે ? તેમાં રોકાણ કરવુ જોખમી છે ? જાણો કેટલુ રિટર્ન મળશે

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) મુજબ, સ્મોલ કેપ સ્કીમોએ તેમની કુલ સંપત્તિના ઓછામાં ઓછા 80 ટકા સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરવું જરૂરી છે. વધુમાં સેબી સ્મોલ કેપ કંપનીઓને એવી કંપનીઓ તરીકે વ્યાખ્યાયિત કરે છે કે જેનું માર્કેટ કેપિટલાઇઝેશનના સંદર્ભમાં 250થી ઓછું રેન્કિંગ હોય.

Sabka Sapna Money Money : Small Cap Funds શું છે ? તેમાં રોકાણ કરવુ જોખમી છે ? જાણો કેટલુ રિટર્ન મળશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 4:31 PM

Mutual Funds : શેરબજારમાં કંપનીઓને કેપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. કેપ એટલે કેપિટલાઇઝેશન. કોઈપણ કંપનીના શેરની (share) સંખ્યાને તેમના બજાર મૂલ્ય સાથે ગુણાકાર કરવાથી તે કંપનીનું કેપિટલાઇઝેશન પ્રાપ્ત થાય છે. આ રીતે કંપનીઓનું કેપિટલાઇઝેશન (Capitalization) શેરબજાર દ્વારા નિર્ધારિત તેમની કિંમત બતાવે છે. કેપિટલાઇઝેશનના આધારે આ કંપનીઓને ત્રણ કેટેગરીમાં રાખવામાં આવે છે (Large Cap, Mid Cap and Small Cap). જો તમે પણ શેરબજારમાં રસ ધરાવો છો અને તેમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો. તો તમારે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ વિશે જાણવું જ જોઈએ.

આ પણ વાંચો-Govt Scheme : નાના પાયે વ્યવસાય કે રોજગાર કરવો છે ? સરકારની આ યોજના તમને થશે મદદરુપ

Small Cap Funds શું છે ?

જે કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2000 કરોડથી ઓછું છે તે સ્મોલ કેપ કેટેગરીમાં આવે છે. આ કંપનીઓ ભવિષ્યમાં મિડ-કેપ બનવાની ક્ષમતા ધરાવે છે. સ્મોલ-કેપ કંપનીઓ ઉચ્ચ જોખમ અને ઉચ્ચ વળતરવાળા સ્ટોક રોકાણો છે. તેમની વૃદ્ધિ ખૂબ જ ઝડપી છે, પરંતુ જો વસ્તુઓ સારી રીતે ન થાય તો તેમને મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીની આ પર્સનલ વાત તમે નહીં જાણતા હોવ
આ દિવસે થશે વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ! જાણો તારીખ સમય અને મહત્વપૂર્ણ વિગત
કોઈ પણ લોન તમે સરળતાથી ચૂકવી શકશો, આ 5 બાબતોનું રાખો ધ્યાન
વધારે પ્રમાણમાં બટેકાં ખાવ તો શું થાય ?
મની પ્લાન્ટનો થશે જબરદસ્ત ગ્રોથ, જાણી લો ટ્રીક
વાસ્તુ મુજબ આ દિશામાં રાખી સાવરણી તો સુખ-સમુદ્ધિમાં થશે વધારો, જાણો અહીં

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) મુજબ, સ્મોલ કેપ સ્કીમોએ તેમની કુલ સંપત્તિના ઓછામાં ઓછા 80 ટકા સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરવું જરૂરી છે. વધુમાં સેબી સ્મોલ કેપ કંપનીઓને એવી કંપનીઓ તરીકે વ્યાખ્યાયિત કરે છે કે જેનું માર્કેટ કેપિટલાઇઝેશનના સંદર્ભમાં 250થી ઓછું રેન્કિંગ હોય. નાણાકીય દ્રષ્ટિએ, આ કંપનીઓ રૂ. 500 કરોડથી ઓછી મૂડી ધરાવતી હોય છે. એ નોંધવું અગત્યનું છે કે સ્મોલ કેપ ફંડમાં ઘણું જોખમ હોય છે. બજારમાં થોડી અસ્થિરતા પણ સ્મોલ કેપ કંપનીઓના શેરના ભાવ પર ભારે અસર કરે છે.

 જોખમ લેવાની ક્ષમતા હોય તો સ્મોલ કેપમાં રોકાણ કરો

એક વાત સ્પષ્ટ છે. જો તમારી પાસે વધારે જોખમ લેવાની ક્ષમતા છે તો જ તમારે સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું જોઈએ. સામાન્ય રીતે રોકાણ સલાહકારો રોકાણકારોને તેમના પોર્ટફોલિયોનો નાનો ભાગ સ્મોલ કેપ્સમાં રાખવાની ભલામણ કરે છે. એવુ એટલા માટે કે સ્મોલ કેપ શેરો જંગી વળતર મેળવવાની વિશાળ તક આપે છે. સ્મોલ કેપ સ્કીમમાં રોકાણ કરતી વખતે ધીરજ રાખવાની જરૂર છે. દેશની આગામી મોટી કંપની બનતા પહેલા નાની કંપનીઓને સમયની જરૂર પડી શકે છે અને તેઓ તમને તમારા રોકાણ પર મોટું વળતર આપવામાં મદદ કરી શકે છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં
ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં
દાદાએ કોને કહ્યું ચા કરતા કિટલી ગરમ, જુઓ વીડિયો
દાદાએ કોને કહ્યું ચા કરતા કિટલી ગરમ, જુઓ વીડિયો
મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ
મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ
હિંમતનગરમાં RTO દ્વારા સ્કૂલ વાન અને બસની તપાસ કરાઈ, 4 વાહનો ડિટેઈન
હિંમતનગરમાં RTO દ્વારા સ્કૂલ વાન અને બસની તપાસ કરાઈ, 4 વાહનો ડિટેઈન
અમરેલીમાં બોરવેલમાં પડી નાની બાળકી, જુઓ વીડિયો
અમરેલીમાં બોરવેલમાં પડી નાની બાળકી, જુઓ વીડિયો
પ્રાંતિજના દલપુર નજીક નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર ખાડાને કારણે અકસ્માત
પ્રાંતિજના દલપુર નજીક નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર ખાડાને કારણે અકસ્માત
હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલાને ઈજા કરી, પાલિકા સામે રોષ
હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલાને ઈજા કરી, પાલિકા સામે રોષ
RMCની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી
RMCની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી
મોદી મંત્રીમંડળમાંથી કેમ પડતા મુકાયા? જાણો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું
મોદી મંત્રીમંડળમાંથી કેમ પડતા મુકાયા? જાણો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું
રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ
રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">