RBI MPC Meeting : ફરી એકવાર વ્યાજદરમાં વધારો કરાયો, ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી

RBI MPC Meeting : પોલિસીની જાહેરાત કરતા RBI ગવર્નરે કહ્યું કે ફુગાવો હજુ પણ ચિંતાનો વિષય છે. રેપો રેટમાં વધારાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMI પર અસર પડશે.

RBI MPC Meeting : ફરી એકવાર વ્યાજદરમાં વધારો કરાયો, ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી
Shaktikanta Das RBI Governor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 10:59 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની નીતિ જાહેર કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વર્ષે વ્યાજદરમાં આ 5મો વધારો છે. રેપો રેટ વધીને 6.25 ટકા થયો છે. પોલિસીની જાહેરાત કરતા RBI ગવર્નરે કહ્યું કે ફુગાવો હજુ પણ ચિંતાનો વિષય છે. રેપો રેટમાં વધારાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMI પર અસર પડશે.રિઝર્વ બેંકે આજે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. આ વર્ષે પહેલીવાર મે મહિનામાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં રેપો રેટમાં 1.90 ટકાનો વધારો થયો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

RBI નો GDP માટે અંદાજ

  • FY23 માં જીડીપી વૃદ્ધિ 6.8% શક્ય છે
  • FY23 GDP વૃદ્ધિ અનુમાન 7% થી ઘટાડીને 6.8%
  • FY24 ના પ્રથમ ક્વાર્ટરમાં 7.1% ના દરે GDP વૃદ્ધિ શક્ય છે
  • FY24 ના Q1 માં CPI 5% શક્ય છે
  • FY24 ના Q2 માં CPI 5.4% શક્ય છે

સતત પાંચમીવાર વધારો કરાયો

રિઝર્વ બેંકે આજે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. આ વર્ષે પહેલીવાર મે મહિનામાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં રેપો રેટમાં 1.90 ટકાનો વધારો થયો છે. આજના વધારા પહેલા અસરકારક રેપો રેટ 5.90 ટકા હતો. હવે રિઝર્વ બેંકનો અસરકારક રેપો રેટ 6.25 ટકા થઈ ગયો છે. રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે. સ્વાભાવિક છે કે જો બેંકોને RBI પાસેથી લોન લેવી મોંઘી પડશે તો બેંકો તેનો બોજ સામાન્ય માણસ પર પણ પડશે.

કોરોનાકાળમાં અપાઈ હતી રાહત

રિઝર્વ બેંકે કોરોનાકાળ દરમિયાન દેવાના બોજને ઘટાડવા અને સામાન્ય માણસને રાહત આપવા માટે રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. આ બાદ રેપો રેટ લગભગ 2.50 ટકા ઘટાડીને 4 ટકા કરવામાં આવ્યો હતો. કોરોનાનાની વિદાય બાદ હવે રિઝર્વ બેંકે ફરી રેપો રેટ વધારવાનું શરૂ કર્યું છે. આ પાછળનુ  સૌથી મોટું કારણ મોંઘવારીનું દબાણ છે. સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવાનો દર 7.4 ટકાએ પહોંચ્યો હતો જે ઓક્ટોબરમાં થોડો ઘટીને 6.7 ટકા થયો છે. આ જ કારણ છે કે આ ફરી એકવાર આરબીઆઈએ રેપો રેટમાં પહેલા કરતા ઓછો વધારો કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">