ટાટા ગૃપની આ કંપનીના શેરના ભાવ જઈ શકે 420 રૂપિયાને પાર, શેરબજારના નિષ્ણાતોએ આપી ખરીદવાની સલાહ
નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં 1,076.12 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો છે, જે ગયા વર્ષના 1,052.14 કરોડ રૂપિયાની સરખામણીએ 2 ટકા વધારે છે. ટાટા પાવર તેના બિઝનેસને સારી સ્થિતિમાં રાખવામાં સફળ રહી છે. વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે ટાટા પાવરની ઓર્ડર બુક વધુ મજબૂત બની છે.
તાજેતરમાં ટાટા પાવરે કંપનીના ત્રીજા ક્વાટરના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા પાવરની આવકમાં થોડો વધારો થયો છે. કંપનીએ સતત 17 માં ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં સતત વધારો નોંધાવ્યો છે. શેરબજારના નિષ્ણાતોના મતે, ટાટા પાવરની નાણાકીય સ્થિતિ મજબૂત છે. તેનું EBITDA પણ સારી સ્થિતિમાં છે.
ટાટા પાવરની ઓર્ડર બુક વધુ મજબૂત
ટાટા પાવરે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં 1,076.12 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો છે, જે ગયા વર્ષના 1,052.14 કરોડ રૂપિયાની સરખામણીએ 2 ટકા વધારે છે. ટાટા પાવર તેના બિઝનેસને સારી સ્થિતિમાં રાખવામાં સફળ રહી છે. વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે ટાટા પાવરની ઓર્ડર બુક વધુ મજબૂત બની છે. તેથી રોકાણકારોને સવાલ થાય છે કે ટાટા પાવર ખરીદવો જોઈએ કે નહીં?
કુલ 2,193 કરોડ રૂપિયાના ઓર્ડર મેળવ્યા
સ્ટોક્સબોક્સના સંશોધન વિશ્લેષક ધ્રુવ મુદરાડીએ જણાવ્યું હતું કે, મધ્યમ આવક છતાં, ટાટા પાવરે તેના મુખ્ય બિઝનેસ ઓપરેશન્સમાં તાકાત દર્શાવી છે, જે તેના વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રો જેમ કે ગ્રુપ કેપ્ટિવ ઓર્ડર્સ અને રૂફટોપ સોલાર પાવરમાં વૈવિધ્યકરણ દ્વારા પૂરક છે. યુટિલિટી-સ્કેલ સોલાર EPC બિઝનેસે Q3FY24 દરમિયાન 2,193 કરોડ રૂપિયાના કુલ 612MW ના નોંધપાત્ર ઓર્ડર મેળવ્યા છે, જે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મજબૂત માગ અને બજારની સ્થિતિ દર્શાવે છે.
ટાટા પાવરના શેરધારકોને સ્ટોક રાખવાની ભલામણ
ટાટા પાવરના શેરધારકોને સ્ટોકને હોલ્ડ કરવાની સલાહ આપતાં ગણેશ ડોંગરે, સિનિયર મેનેજર – ટેકનિકલ રિસર્ચ, આનંદ રાઠીએ જણાવ્યું હતું કે, ટાટા પાવરના શેર 330 થી 440 રૂપિયાની રેન્જમાં છે. સ્ટોક 360 રૂપિયાના સ્તર પર સપોર્ટ છે. તેથી ટાટા પાવરના શેરધારકોને સ્ટોક રાખવાની ભલામણ છે.
આ પણ વાંચો : તમે સ્ટોક માર્કેટમાં રૂપિયાનું રોકાણ કરો છો? તો જાણો આ સપ્તાહે કેવી રહેશે શેરબજારની ચાલ
જો ટાટા પાવરનો શેર 360-370 રૂપિયાની રેન્જમાં આવે તો તેની ખરીદી કરો. રોકાણકારોએ 330 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ. આ ઉપરાંત નવા ઈન્વેસ્ટર્સએ ટાટા પાવરને 360 થી 370 રૂપિયાના સ્તરે ખરીદી શકે છે. સ્ટોક શોર્ટ ટર્મમાં 420 થી 440 રૂપિયા સુધી જઈ શકે છે.
(નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)