કોરોનાકાળમાં કપરી પરિસ્થિતિનો સામનો કાર્ય બાદ હવે આરોગ્યનું સંકટ ટળ્યું છે પણ અર્થતંત્રની ગાડીને પાટા ઉપર ચઢતા સમય લાગી રહ્યો છે. હાલ વિશ્વ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. મંદીનો ભય સતત સતાવી રહ્યો છે. આ સ્થિતિમાં આર્થિક નિર્ણયો સમજદારીપૂર્વક લેવા જરૂરી બને છે. તમે જાતે જ નાણાકીય સમયસાઓ દૂર કરી શકો છો. જો પરિસ્થિતિ બદલવી હશે તો નિર્ણયો જાતે જ યોગ્ય નિર્ણય લેવા પડશે, અને તે માર્ગ પર ચાલવું પડશે. શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવશે પરંતુ થોડા સમય પછી પરિસ્થિતિ ચોક્કસપણે બદલાશે ખાસ કરીને આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે નવા વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ કેવી રીતે સુધારી શકો છો. જો તમારે આર્થિક સંકટ દૂર કરવું હોય તો તમારે બીજાથી અલગ વિચારવું પડશે.
સૌ પ્રથમ આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રાખો. આ માટે જરૂરી નથી કે આવક ઘણી વધારે હોવી જોઈએ. તમારી પાસે ગમે તેટલી કમાણી હોય ખર્ચ ઉપર નિયંત્રણ જરૂરી છે. નવા વર્ષમાં બચતને તમારી પ્રથમ પ્રાથમિકતા બનાવો, પછી બાકીના પર ધ્યાન કેન્દ્રિત કરો.
આ વિકલ્પને ઉદાહરણ સાથે સમજીએ તો અનુમાન લગાવો કે તમારો પગાર કે આવક માત્ર 20 હજાર રૂપિયા છે. આ આવકમાં જો તમે માંડ ઘરનો ખર્ચ ચલાવી શકો છો, તો પછીના વર્ષ માટે તમે કેવી રીતે બચત કરશો? આ તમારો પ્રશ્ન હોઈ શકે છે. તમારે ગાંઠ બાંધવી પડશે કે તમારો પગાર 20 હજાર નહીં પરંતુ 18000 રૂપિયા છે. રોકાણ માટે 2 હજાર રૂપિયા અલગ રાખો અને સલામત રોકાણ કરો.
બાકીના 18 હજાર રૂપિયામાં જ તમામ ખર્ચાઓનો નિકાલ કરવાનું આયોજન કરો. તે ત્યારે શક્ય બનશે જ્યારે તમને લાગશે કે કોઈ કારણસર તમારી સેલેરી ઘટીને 18 હજાર રૂપિયા થઈ ગઈ છે હવે તમારે આમાં રહેવું પડશે. બિનજરૂરી ખર્ચાઓ પર થોડી લગામ લગાવો, તમે દર મહિને 2 હજાર રૂપિયા સરળતાથી બચાવી શકશો. તમે એક મહિનામાં શું ખર્ચો છો તેની યાદી બનાવો. એમાં નક્કી કરો કે એવી કઈ કઈ વસ્તુઓ છે જે ન ખરીદાય તો પણ ઘર સરળતાથી ચાલી શકે.
શરૂઆતના 6 મહિનામાં તમને થોડી સમસ્યા અનુભવશો પરંતુ જ્યારે વર્ષ 2024 આવશે ત્યારે તમારી પાસે ડિપોઝિટ તરીકે 24,000 રૂપિયાની મૂળ રકમ હશે અને તેના પર ઓછામાં ઓછું 12% વ્યાજ મળશે. બીજી તરફ નોકરી કરતા લોકોના પગારમાં દર વર્ષે વધારો થાય છે. પગાર વધારાની સાથે રોકાણની રકમ પણ વધારતા રહો. આ રીતે જ્યારે તમે દર વર્ષે રોકાણની રકમ વધારતા રહેશો ત્યારે તમે નવા વર્ષની આતુરતાથી રાહ જોશો. 5 વર્ષ પછી, તમારી પાસે લગભગ 2 લાખ રૂપિયા જમા થશે.
તમે ધીમે-ધીમે બચત કરવાની આદત પાડશો તો 10 વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ બદલાઈ જશે. રોકાણ ભંડોળ એક મોટો આધાર બનશે. મુશ્કેલીમાં તમે આ પૈસાનો ઉપયોગ કરી શકશો. તેથી, જો તમે વર્ષ-દર-વર્ષ ગરીબ રહેવા માંગતા નથી, તો નવા વર્ષથી પહેલા બચત કરવાનું શરૂ કરો. આવકના માત્ર 10 ટકાથી શરૂઆત કરો. પરંતુ ધીમે ધીમે આ બચતને વધારીને 30 ટકા કરો જે પછી કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે.