કોરોનાકાળમાં દેશમાં થયેલા લોકડાઉનથી હેરાન લોકોની વાર્તા બતાવશે India Lockdown, ટ્રેલર થયું રિલીઝ
શ્વેતા બસુ પ્રસાદ, પ્રતિક બબ્બર સહિત અનેક કલાકારો પર આધારિત ફિલ્મ 'ઈન્ડિયા લોકડાઉન'નું (India Lockdown) ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા તમને કોરોના વાયરસના દિવસોની યાદ અપાવશે.
શ્વેતા બાસુ પ્રસાદે ઓટીટી પ્લેટફોર્મ પર શાનદાર કમબેક કર્યું છે. હાલમાં જ એક્ટ્રેસ પંકજ ત્રિપાઠી સાથે વેબ સિરીઝ ક્રિમિનલ જસ્ટિસ સીઝન 3 માં જોવા મળી હતી. હવે આ પછી એક્ટ્રેસ બીજા પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. તેની અપકમિંગ વેબ સિરીઝ ઈન્ડિયા લોકડાઉનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આ એક મલ્ટી-સ્ટારર સીરિઝ છે, જેમાં શ્વેતા સિવાય પ્રતિક બબ્બર, અહાના કુમરા, સાઈ તમાંકર અને પ્રકાશ બેલાવાડી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
‘ઈન્ડિયા લોકડાઉન’ની વાર્તા વિશે વાત કરીએ તો આ ફિલ્મ કોરોના વાયરસનો જે લોકો ભોગ બન્યા છે અને તેની સામે લડીને પોતાને બચાવ્યા છે એવા લોકો પર આધારિત છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ફિલ્મ કોવિડ 19 સર્વાઈવર પર આધારિત છે. તેના ટ્રેલરને લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
અઢી મિનિટના આ ટ્રેલરની શરૂઆત ઘણાં અલગ અલગ બેકગ્રાઉન્ડ સાથે થાય છે. જેમાં એક પાયલોટ, સેક્સ વર્કર, એક લેબર, એક હોમ મેકર અને એક માતા સહિત ઘણા લોકોને બતાવવામાં આવ્યા છે. સૌથી પહેલા એક્ટ્રેસ આહાના, જે એક પાયલટની ભૂમિકામાં જોવા મળે છે, તે તેના પાડોશી સાથે ફ્લર્ટ કરીને પોતાનું ધ્યાન ભટકાવી રહી છે. બીજી તરફ, પ્રતિક બબ્બર (મજૂર) જે તેની પત્ની એટલે કે સાઈ માટે એક આશા છે, તે 21 દિવસનું લોકડાઉન સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યો છે જેથી તે જલ્દી કામ શરૂ કરી શકે.
અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર
કોવિડ દરમિયાન લોકોએ કેવી રીતે કર્યું સર્વાઈવ
તમામ અપેક્ષાઓ અને ઈચ્છાઓ વિરુદ્ધ, તે 21 દિવસનું લોકડાઉન ફરીથી આગળ વધે છે. જે પછી તેઓએ જોવું પડશે કે તેઓ કોઈપણ કિંમતે તેઓ સર્વાઈવ કરવા માંગે છે અથવા આ ક્ષણે હાર માની લેવા માંગે છે. ફિલ્મના ટ્રેલરમાં શ્વેતા બસુને એક સેક્સ વર્કરના રોલમાં બતાવવામાં આવી છે. તે કમાણીનું નવું માધ્યમ શોધી રહી હોય તેવું લાગે છે. પ્રતીક અને તેનો પરિવાર ગામડામાં પાછા ફરવા માટે શહેરથી માઈલ દૂર ચાલીને જતા જોવા મળે છે કારણ કે તેમની પાસે મોટા શહેરમાં રહેવા અને ભાડું ચૂકવવા માટે પૈસા નથી.
છેલ્લે ‘ક્રિમિનલ જસ્ટિસ’માં જોવા મળી હતી શ્વેતા
મધુર ભંડારકરના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ દર્શકોને ફરી એકવાર કોરોનાકાળના દિવસોની યાદ અપાવશે. શ્વેતા બસુ છેલ્લે ક્રિમિનલ જસ્ટિસમાં એક વકીલની ભૂમિકામાં જોવા મળી હતી. આ પછી હવે આ રોલ તેના માટે અલગ હતો. આ દર્શાવે છે કે એક્ટ્રેસ દરેક પાત્રને સારી રીતે પ્લે કરવામાં માને છે. એક્ટ્રેસ સાઈની છેલ્લી ફિલ્મ મિમિ હતી, જે સુપરહિટ સાબિત થઈ હતી.