આફતમાં અવસર : વિશ્વના સૌથી મોટા ઘઉં ઉત્પાદક રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે ભારતીય ઘઉંની માંગમાં જબરદસ્ત ઉછાળો

ભારતે 2021માં 6.12 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી. વર્ષ 2020માં ભારતે 1.12 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી. એવું માનવામાં આવે છે કે ભારત 2022 ના પ્રથમ છ મહિનામાં 4 મિલિયન ટન નિકાસનો આંકડો પાર કરશે.

આફતમાં અવસર : વિશ્વના સૌથી મોટા ઘઉં ઉત્પાદક રશિયા - યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે ભારતીય ઘઉંની માંગમાં જબરદસ્ત ઉછાળો
વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંની માંગમાં વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 1:08 PM

ભારતમાં ઘઉંનું ઉત્પાદન (Wheat production in India)છેલ્લી પાંચ સિઝનમાં વિક્રમજનક રહ્યું છે. યુક્રેન પર રશિયાના આક્રમણ (Russia-Ukraine crisis) ને કારણે કાળા સમુદ્ર(Black Sea) દ્વારા સપ્લાય થતા ઘઉંના પુરવઠાને ગંભીર અસર થઈ છે. આ સમસ્યા ભારત માટે એક મોટી તક તરીકે ઉભરી છે. વિશ્વની ઘઉંની નિકાસમાં એક ચતુર્થાંશ (25 ટકા)કરતાં વધુ હિસ્સો રશિયા અને યુક્રેનનો છે. ભારતના સેન્ટ્રલ પૂલમાં 2.42 મિલિયન ટન અનાજ છે જે બફર અને વ્યૂહાત્મક જરૂરિયાતો કરતાં બમણું છે. રોયટર્સના અહેવાલ મુજબ ખરીદદારોની પૂછપરછમાં વધારો થયો છે. જો ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના સપ્લાય ગેપને ભરે તો સરકારી અને ખાનગી પ્લેયર્સને ઘણો ફાયદો થશે.

ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે. ગયા વર્ષે ભારતે 20 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી. જોકે, પ્રતિકૂળ વૈશ્વિક ભાવને કારણે ઘઉંની નિકાસ પર ખરાબ અસર પડી છે. કાળો સમુદ્ર વિશ્વમાં ઘઉંનો સૌથી મોટો સ્ત્રોત છે. આ યુદ્ધના કારણે આ માર્ગથી નિકાસ પર અસર પડી છે. ઓલમ એગ્રો ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં આ માંગ ભારત તરફ વળી જશે. વૈશ્વિક બજારમાં ઘઉંની માંગ એપ્રિલ-મે સુધી ચાલુ રહેશે. આગામી બે-ત્રણ મહિના ભારતની નિકાસની દૃષ્ટિએ મહત્ત્વના છે.

પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 4 મિલિયન ટનની નિકાસની આશા

વેપારીઓના જણાવ્યા અનુસાર ભારતે 2021માં 6.12 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી. વર્ષ 2020માં ભારતે 1.12 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી. એવું માનવામાં આવે છે કે ભારત 2022 ના પ્રથમ છ મહિનામાં 4 મિલિયન ટન નિકાસનો આંકડો પાર કરશે. જો કાળા સમુદ્ર દ્વારા સપ્લાયને લાંબા ગાળે અસર થશે તો ઓસ્ટ્રેલિયાને પણ ઘણો ફાયદો થશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઘઉંની નિકાસના ભાવ વધશે

પોતાના ઉપર હુમલા બાદ યુક્રેનની સેનાએ કાળા સમુદ્રમાંથી ઘઉંની વ્યાવસાયિક નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વર્ષોથી ઘઉંની નિકાસ માટે ભારતમાં મોટા ઓર્ડર આવી રહ્યા છે, જે લાંબા ગાળા માટે પણ છે. યુનિકોર્પ પ્રા.લિ.ના વેપારી રાજેશ પરિહારએ જણાવ્યું હતું કે હાલમાં ઘઉંની નિકાસનો દર 305-310 ડોલર પ્રતિ ટન છે. એવું માનવામાં આવે છે કે નવા ઓર્ડરના આગમન સાથે નિકાસ દર 330 ડોલર પ્રતિ ટન સુધી પહોંચી જશે.

આ દેશો ભારતમાંથી ખરીદી કરે છે

બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, દક્ષિણ કોરિયા, શ્રીલંકા અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE મુખ્યત્વે ભારતમાંથી ઘઉંની આયાત કરે છે. એવું માનવામાં આવે છે કે યુક્રેન સંકટને કારણે લેબનોન સહિતના દેશ પણ પણ ભારતમાંથી આયાત કરી શકે છે.

રશિયા વિશ્વનો સૌથી મોટો ઘઉંનો નિકાસકાર છે

રશિયા વિશ્વનો સૌથી મોટો ઘઉંનો નિકાસકાર છે જે આંતરરાષ્ટ્રીય નિકાસમાં 18% થી વધુ હિસ્સો ધરાવે છે. 2019 માં રશિયા અને યુક્રેન સાથે મળીને વિશ્વના ઘઉંના એક ક્વાર્ટર કરતાં વધુ (25.4 ટકા) નિકાસ કરી હતી. તેમણે કહ્યું કે ઇજિપ્ત, તુર્કી અને બાંગ્લાદેશે રશિયા પાસેથી અડધાથી વધુ ઘઉં ખરીદ્યા છે.

આ પણ વાંચો : Sovereign Gold Bond: ખુલ્લા બજાર કરતા 1300 રૂપિયા સસ્તું સોનું વેચી રહી છે સરકાર, જાણો કેવી રીતે કરવી ખરીદી

આ પણ વાંચો : LIC IPO Reservation: જો બાળકોના નામે પોલિસી છે તો પણ માતા-પિતાને IPO માટે અરજી કરવાનો અધિકાર, જાણો વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">