Sovereign Gold Bond: ખુલ્લા બજાર કરતા 1300 રૂપિયા સસ્તું સોનું વેચી રહી છે સરકાર, જાણો કેવી રીતે કરવી ખરીદી
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા સોનાની કિંમત રૂ 5,109 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાથી રૂ 50 નું વિશેષ ડિસ્કાઉન્ટ મળશે.
સોવરીન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond)સ્કીમ 2021-22 સિરીઝ 10 દેશમાં 28 ફેબ્રુઆરી 2022થી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી છે અને 4 માર્ચ, 2022ના રોજ બંધ થશે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા સોનાની કિંમત રૂ 5,109 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાથી રૂ 50 નું વિશેષ ડિસ્કાઉન્ટ મળશે. સરકારે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ(Gold Monetisation Scheme) ના ભાગરૂપે નવેમ્બર 2015માં સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી. દરેક નવા હપ્તા પહેલા RBI SGB દરની જાહેરાત કરે છે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ દરેક અરજીની સાથે આવકવેરા વિભાગ દ્વારા રોકાણકારોને જારી કરાયેલ PAN નંબર સાથે હોવો જોઈએ કારણ કે પહેલા અરજદારનો PAN નંબર જરૂરી છે. કેન્દ્રીય બેંક ભારત સરકાર વતી બોન્ડ જારી કરે છે.
10 તોલા ભાવની સરખામણી કરીએ તો સોવરીન ગોલ્ડ બોન્ડમાં 1 તોલા સોનાની કિંમત રૂ 5,1090 છે જે સામે ખુલ્લા બજારમાં 52400 રૂપિયાની રેન્જમાં છે. આમ સરકાર 1300 રૂપિયા સસ્તું સોનુ વેચી રહી છે.
RBI ની અખબારી યાદી મુજબ સબ્સ્ક્રિપ્શન અવધિ પહેલાના અઠવાડિયાના છેલ્લા ત્રણ કામકાજના દિવસો માટે, ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત 999 શુદ્ધતાના સોનાના બંધ ભાવની સરળ સરેરાશના આધારે બોન્ડની કિંમત ભારતીય રૂપિયામાં નક્કી કરવામાં આવી હતી. એટલે કે 23 ફેબ્રુઆરી, 24 ફેબ્રુઆરી અને 25 ફેબ્રુઆરી 2022 માટે સોનાની કિંમત રૂ. 5,109 પ્રતિ ગ્રામ છે.
કેવીરીતે ગોલ્ડ બોન્ડ ખરીદીશકાય ?
કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-BSE અને NSE તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.
વર્ષ 2015માં યોજનાનો પ્રારંભ થયો હતો
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ વર્ષ 2015માં નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ફિઝિકલ ગોલ્ડની માગ ઘટાડવાનો અને સોનાની ખરીદી માટે ઉપયોગમાં લેવાતી ઘરગથ્થુ બચતના હિસ્સાને નાણાકીય બચતમાં જોડવાનો હતો.
વ્યાજનો લાભ મળે છે
સોવેરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond)સ્કીમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ વર્ષમાં બે વખત તમારા એકાઉન્ટમાં આવે છે.
જાણો સોવરિન ગોલ્ડ બોન્ડ વિશે
Sovereign Gold Bondઅથવા SGB રિઝર્વ બેંક દ્વારા આઠ વર્ષની હોલ્ડિંગ માટે ઈશ્યુ કરવામાં આવે છે. આ બોન્ડ વર્તમાન બજાર કિંમતે ડિસ્કાઉન્ટ પર આપવામાં આવે છે. પરંતુ અહીં એક શરત છે. SGB તરત જ રિડીમ કરી શકાતું નથી અને તેમાં ડિજિટલ ગોલ્ડ જેવી લિક્વિડિટી નથી. જો કે સામે બે મોટા લાભ પણ મળે છે. એક 2.5% વાર્ષિક વ્યાજ અને બીજું તે ટેક્સ ફ્રી છે. આ રોકાણમાં જોખમ ઓછું હોવાથી આ બોન્ડ્સમાં રોકાણ કરવું સલામત માનવામાં આવે છે.
આ પણ વાંચો : LIC IPO Reservation: જો બાળકોના નામે પોલિસી છે તો પણ માતા-પિતાને IPO માટે અરજી કરવાનો અધિકાર, જાણો વિગતવાર
આ પણ વાંચો : Ashneer Grover એ BharatPe માંથી રાજીનામું આપ્યું, કહ્યું રોકાણકારોએ તેને બદનામ કર્યો