મુકેશ અંબાણી હવે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પ્રવેશવા માટે તૈયાર, બ્લૂ પ્રિન્ટ આવી સામે

આ પગલું મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં નવી કોમ્પિટીશન ઊભી કરશે, જેમાં મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપની Jio ફાયનાન્સિયલ સર્વિસિસ અને વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની BlackRockનો સહયોગ સામેલ છે. આ નવી ભાગીદારી ભારતીય મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે, જેની કુલ સંપત્તિ હાલમાં રૂ. 66 લાખ કરોડની આસપાસ છે.

મુકેશ અંબાણી હવે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પ્રવેશવા માટે તૈયાર, બ્લૂ પ્રિન્ટ આવી સામે
Follow Us:
| Updated on: Oct 07, 2024 | 9:54 AM

રિલાયન્સ ગ્રૂપની પેટાકંપની Jio ફાઇનાન્શિયલ સર્વિસિસે ફાઇનાન્સ સેક્ટરમાં તેની ક્ષમતા સાબિત કરી છે. હવે તે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પ્રવેશવા માટે તૈયાર છે. આ માટે SEBIએ Jio Financial Services અને BlackRockને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.

આ પગલું મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં નવી કોમ્પિટીશન ઊભી કરશે, જેમાં મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપની Jio ફાયનાન્સિયલ સર્વિસિસ અને વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની BlackRockનો સહયોગ સામેલ છે. આ નવી ભાગીદારી ભારતીય મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે, જેની કુલ સંપત્તિ હાલમાં રૂ. 66 લાખ કરોડની આસપાસ છે.

Jio અને BlackRockએ કરી આ ડીલ

જિયો ફાઇનાન્શિયલ સર્વિસે એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા જણાવ્યું છે કે સેબીએ બંને કંપનીઓને મંજૂરી આપી છે. તમામ જરૂરી પેપરવર્ક પૂર્ણ થયા બાદ અંતિમ મંજૂરી આપવામાં આવશે. જુલાઈ 2023 માં બંને કંપનીઓએ આ સંયુક્ત સાહસની જાહેરાત કરી હતી. જેમાં તેઓ એસેટ મેનેજમેન્ટ બિઝનેસમાં લગભગ $300 મિલિયનનું રોકાણ કરશે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

આમાંથી, બંને કંપનીઓ સંયુક્ત રીતે દરેક $150 મિલિયનનું રોકાણ કરશે. ઓક્ટોબર 2023માં સેબીને લાયસન્સ માટે અરજી કરવામાં આવી હતી, ત્યારબાદ હવે તેને મંજૂરી મળી ગઈ છે.

શું આયોજન હશે?

આ મંજૂરી પર ખુશી વ્યક્ત કરતા બ્લેકરોકના ઈન્ટરનેશનલ હેડ રશેલ લોર્ડે કહ્યું હતું કે બંને કંપનીઓ સાથે મળીને ભારતીય રોકાણકારોને સસ્તા અને ટકાઉ રોકાણ વિકલ્પો પ્રદાન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. તેમનો ઉદ્દેશ્ય ભારતને બચત-લક્ષી દેશમાંથી રોકાણલક્ષી દેશમાં પરિવર્તિત કરવાનો છે. આ હેઠળ, તેઓ નવા અને નવીન ઉત્પાદનો લોન્ચ કરશે, જે રોકાણકારોને તેમના નાણાકીય લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ સંયુક્ત સાહસ માત્ર મ્યુચ્યુઅલ ફંડમાં જ નહીં પરંતુ વેલ્થ મેનેજમેન્ટ અને સ્ટોક બ્રોકિંગ બિઝનેસમાં પણ તેની હાજરીને મજબૂત બનાવશે.

કંપની ઓગસ્ટમાં લિસ્ટ થઈ હતી

ઑગસ્ટ 2023માં જિયો ફાઇનાન્શિયલ સર્વિસને શેરબજારમાં લિસ્ટ કરવામાં આવી હતી. અગાઉ તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની હતી, પરંતુ હવે તે નાણાકીય સેવા પ્રદાતા તરીકે કામ કરી રહી છે. કંપની પાસે NBFC લાઇસન્સ છે, જે તેને નાણાકીય સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડવા માટે પરવાનગી આપે છે. આ સિવાય તેની બીજી પેટાકંપની છે Jio પેમેન્ટ્સ બેંક. તાજેતરમાં જ આરબીઆઈએ જિયો ફાઈનાન્શિયલ સર્વિસને કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની (સીઆઈસી)માં કન્વર્ટ કરવાની મંજૂરી આપી છે.

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">