આજે રજાના દિવસે મળશે કેબિનેટની બેઠક, ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને આવી શકે છે મહત્વપૂર્ણ નિર્ણય, જુઓ Video

આજે રજાના દિવસે મળશે કેબિનેટની બેઠક, ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને આવી શકે છે મહત્વપૂર્ણ નિર્ણય, જુઓ Video

Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 06, 2024 | 2:58 PM

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજે સાંજે 4.30 કલાકે કેબિનેટની બેઠક મળશે. જેમા રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળી શકે છે.

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજે સાંજે 4.30 કલાકે કેબિનેટમની બેઠક મળશે. જેમા રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહેલા સરકારી વેતનધારકો માટે આજની બેઠકમાં સરકાર કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે.

જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે નિર્ણયની શક્યતા છે. 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીના જાહેર વહીવટી ક્ષેત્રમાં આવ્યાને 23 વર્ષ પૂરા થશે. 23 વર્ષના કાર્યક્રમોની ઉજવણીને લઈને પણ રવિવારે બેઠક યોજાઈ રહી હોવાનું એક અનુમાન સેવાઈ રહ્યુ છે. તહેવારોને લઈને પણ કાર્યક્રમો તેમજ વિકાસલક્ષી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજકીય ચર્ચાઓ વચ્ચે કેબિનેટની બેઠકના નિર્ણય પર સરકારની નજર રહેશે.

g clip-path="url(#clip0_868_265)">