Accident News : ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત- જુઓ Video

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં અકસ્માતની ઘટના બની છે. બનાસકાંઠા, સુરતના પાંડસરામાં અને બારડોલી પંથકમાં પણ અકસ્માત સર્જાયા છે. બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે બારડોલી અકસ્માતમાં 1 યુવકનું મોત થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2024 | 12:55 PM

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં અકસ્માતની ઘટના બની છે. બનાસકાંઠા, સુરતના પાંડસરામાં અને બારડોલી પંથકમાં પણ અકસ્માત સર્જાયા છે. બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ધાનેરાના ખીમત પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. મોડી રાત્રે અકસ્માતમાં બાઈક સવાર 4માંથી 3ના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે. અન્ય યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકો નવરાત્રી જોઈ પરત ફરતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. પાંથાવાડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.

સુરતમાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે

સુરતના પાંડેસરા BRTS રૂટમાં ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર સામે અકસ્માતની ઘટના બની હતી. રોડ ક્રોસ કરી રહેલા શખ્સને BRTS ચાલકે અડફેટે લીધો હતો. ઘટના બનતાની સાથે જ અકસ્માતનો ભોગ બનનાર પીડિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત થતા જ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. પાંડેસરા પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.

બારડોલીમાં શ્વાન વચ્ચે આવતા કારને નડ્યો અકસ્માત !

બીજી તરફ સુરતના બારડોલીના બાબેન ગામની સીમમાં કારનો અકસ્માત થયો છે. શ્વાન વચ્ચે આવી જતા કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં પાંચ લોકો પૈકી એકનું મોત થયુ છે. પાંચેય યુવકો કેટરસના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યુ છે. યુવકો ગરબા રમવા માટે જઈ રહ્યાં હતા ત્યારે 5 યુવક પૈકી 3 મહારાષ્ટ્રના અને 2 નવસારીના હોવાનું સામે આવ્યુ છે. ઘટનામાં 5 પૈકી એકનું મોત થયુ છે. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે.

 

Follow Us:
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
g clip-path="url(#clip0_868_265)">