શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? 

06 Oct, 2024

હાલના સામયમાં અનેક એવા લોકો છે જેમનામાં લોહીની ટકાવારી જરૂર કરતાં ઓછી છે.

ખાસ કરીને હાલના સમયની ખાણી પીણી, તેમજ જીવન શૈલી આ લોહીના ટકા ઘટવા પાછળનું મુખ્ય કારણ છે.

વ્યક્તિમાં જો લોહીની ટકાવારી ઘટી જાય તો એનિમિયા થવાનો ભય રહે છે.

તેના સંકેતો જોઈએ તો શરીર ફિક્કું પડવું, અ શક્તિ લાગવી, ચક્કર આવવ અથવાતો નાના નાના કામમાં થાકી જવું. 

આવી સ્થિતિમાં લોહીની ઉણપ પૂરી કરવા માટે તમે દાડમ ખાઈ શકો છો.

અને તેમાં પણ જો દાડમનો રસ પીવામાં આવે તો તેની અંદર ઘણા બધા ન્યૂટ્રિશીયન હોય છે જે શરીર માટે ફાયદાકારક છે.

બીજુ બિટનો રસ પીવાથી પણ લોહીની ઉણપ દૂર થાય છે.

આ સિવાય તમે સિંગ અને ગોળને સાથે ખાઈ શકો છો, અથવ તમે તેની ચિક્કી બનાવીને પણ ખવથી લોહીની ટકાવારીમાં ફાયદો થશે.

આ સિવાય જો તમે રાત્રે અંજીર પલાળીને સવારે ઉઠયા બાદ અંજીર ખાવ છો તો તેના કારણે તમારું હિમોગ્લોબિન સુધરશે.

ડૉક્ટરના જણાવ્યા અનુસાર આ તમામ વસ્તુ તમે રેગ્યુલર ખાવાથી શરીરમાં ત્રણ ગણું ઝડપથી લોહી બનાવ લાગે છે.