જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમ્યા સ્વસ્તિક રાસ- જુઓ Video

જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમ્યા સ્વસ્તિક રાસ- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2024 | 4:01 PM

આજના આધુનિક સમયમાં અર્વાચીન રાસ ગરબા વચ્ચે પણ પણ હજુ કેટલાક શહેરોમાં પ્રાચીન ગરબીની પરંપરાને જાળવી રાખવામાં આવી છે. જામનગરમાં કડિયા પ્લોટમાં છેલ્લા 70 વર્ષથી પટેલ યુવક મંડળ દ્વારા પ્રાચીન ગરબી આયોજિત કરવામાં આવે છે. જેમા યુવાનો સળગતા અંગારા પર રાસ રમી માતાની આરાધના કરતા જોવા મળે છે

આજના સમયમાં પણ ગામના લોકો પ્રાચીન ગરબા અને પરંપરા જાળવી રાખવાનો પ્રયાસો કરે છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે જામનગરનું રણજીતનગર વિસ્તાર. જ્યાં ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ લે છે યુવાનો.

છેલ્લા સાત દાયકાથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે.. જેમાં અનોખા મશાલ રાસ રમવામાં આવે છે.. સળગતા અંગારા વચ્ચે સળગતી મશાલ સાથે યુવાનો એક તાલે રાસ રમે છે.  મસાલ રાસ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્ર પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓ મશાલ રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્ય બહુ જ નયનરમ્ય હોય છે. આ ઉપરાંત રાસ દરમિયાન મશાલ સાથે યુવાનો સ્વસ્તિકના પ્રતિક પણ રચે છે. જેથી લોકોમાં આ રાસ-ગરબાનું ખાસ વિશેષ આકર્ષણ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 06, 2024 04:00 PM
g clip-path="url(#clip0_868_265)">