MONEY9: શું આરોગ્ય વીમો થઈ શકે છે સસ્તો!

દેશમાં આરોગ્ય વીમાનો વ્યાપ વધારવા માટે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ ઈરડા જીવન વીમા કંપનીઓને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી વેચવાની મંજૂરી આપવાનો વિચાર કરી રહી છે.

MONEY9: શું આરોગ્ય વીમો થઈ શકે છે સસ્તો!
Will health insurance be cheaper?
Follow Us:
Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 19, 2022 | 11:55 PM

Money9: દેશમાં હેલ્થ ઈન્સ્યોરન્સ હવે સસ્તો થઈ શકે છે. સસ્તા હેલ્થ કવર (HEALTH COVER)ની સારી સુવિધા પણ મળી શકે છે. દેશમાં આરોગ્ય વીમા (HEALTH INSURANCE)નો વ્યાપ વધારવા માટે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ એટલે કે ઈરડા જીવન વીમા કંપનીઓને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી વેચવાની મંજૂરી આપવાનો વિચાર કરી રહી છે. જેનાથી વીમા કંપનીઓના પ્રીમિયમમાં ઘટાડો થવાની અને વીમાનો વ્યાપ વધવાની સંભાવના છે.

નીતિ આયોગનો રિપોર્ટ

અત્યારે દેશમાં વીમાનો વ્યાપ ઘણો ઓછો છે. સરકારી થિંક ટેંક નીતિ આયોગનો રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં 42 કરોડ વસતી પાસે કોઈ જ આરોગ્ય વીમા પ્લાન નથી. આ આંકડો દેશની કુલ વસતીના અંદાજે 30 ટકા છે. ઈરડાનો રિપોર્ટ જણાવે છે કે વર્ષ 2020-21માં દેશમાં વીમાની કુલ પહોંચ ફક્ત 4.2 ટકા હતી. જેમાં 3.2 ટકા જીવન વીમો અને 1 ટકા સામાન્ય વીમો સામેલ છે. જનરલ ઈન્સ્યોરન્સમાં હેલ્થ ઈન્સ્યોરન્સ, મોટર ઈન્સ્યોરન્સ સહિત અન્ય વીમા પૉલિસીઓ સામેલ હોય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જો કે, હેલ્થ ઈન્સ્યોરન્સની પ્રીમિયમમાં હવે તેજી જોવા મળી રહી છે. વર્ષ 2021-22માં તેનું કુલ પ્રીમિયમ 58,572 કરોડ રૂપિયાથી વધીને 73,330 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જો જીવન વીમા કંપનીઓને હેલ્થ ઈન્સ્યોરન્સ વેચવાની મંજૂરી મળે છે તો તેનાથી દેશમાં હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદનારાની સંખ્યા વધી શકે છે. આનું કારણ એ છે કે આ કંપનીઓની પાસે કસ્ટમર્સનો એક મોટો વર્ગ છે અને તેમનું ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક પણ વધારે છે.

ગ્રાહકોને થશે ફાયદો

આ કંપનીઓના હેલ્થ ઈન્સ્યોરન્સ સેકટરમાં ઉતરવાથી કોમ્પિટિશન પણ વધશે અને જ્યાં વધારે કોમ્પિટિશન હશે ત્યાં કસ્ટમર કિંગ હશે. એટલે કસ્ટમર્સને લલચાવવા માટે કંપનીઓ વધારે આકર્ષક અને સસ્તા પ્લાન રજૂ કરવા મજબૂર થઈ જશે. ઈરડાના આંકડા અનુસાર જીવન વીમા કંપનીઓના 25 લાખથી વધારે એજન્ટ છે. આ કંપનીઓનું 500થી વધારે કોર્પોરેટ એજન્ટ્સની સાથે ટાઈ-અપ છે. સાથે જ તેમની શાખાઓ પણ છે. જ્યાં તે ઈન્સ્યોરન્સ પૉલિસી વેચે છે.

પ્રીમિયમ ઘટશે

ઈન્સ્યોરન્સ એક્સપર્ટ વિકાસ સિંઘલ કહે છે કે જીવન વીમા કંપનીઓના એજન્ટ્સની લોકોમાં વ્યાપક પહોંચ છે. આ કંપનીઓની પાસે ગ્રાહકોના હેલ્થને લગતો ડેટા પણ હોય છે. બિઝનેસ વધારવા અને ગ્રાહકને લલચાવવા માટે જીવન વીમા કંપનીઓ એવા હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કરે છે, જેનું પ્રીમિયમ બેઝિક પ્લાનના એવરેજ પ્રીમિયમથી 10 ટકા સસ્તું હોઈ શકે છે. હાલ 18થી 50 વર્ષના સ્વસ્થ વ્યક્તિ માટે 2 લાખ રૂપિયા સુધીના હેલ્થ વીમાનું વાર્ષિક પ્રીમિયમ 5 હજારથી 7 હજાર રૂપિયાની આસપાસ આવે છે. જો ઈરડાની આ યોજના લાગુ પડશે તો હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 10 ટકા ઘટી શકે છે.

એક રિપોર્ટ અનુસાર દેશમાં હેલ્થ સાથે જોડાયેલો અંદાજે 70 ટકા ખર્ચ લોકોએ પોતાના ખિસ્સામાંથી કરવો પડે છે. જેના કારણે તેમની બચત પર માર પડે છે. જીવન વીમા કંપનીઓને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી વેચવાની મંજૂરી મળવાથી વીમા સેક્ટરમાં સ્પર્ધા વધશે, જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે. જો કે આ પ્રકારની પહેલ અગાઉ પણ થઈ ચૂકી છે, પરંતુ હેલ્થ ઈન્સ્યૉરન્સ કંપનીઓના કાર્ટેલે આને સફળ ન થવા દીધી. ત્યારે ઈરડા માટે આ યોજનાનું અમલીકરણ સરળ નહીં હોય.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">