સતત પાંચમા મહિને FPI એ વેચાણ વધાર્યું, વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરીમાં 23 મહિનાનો રેકોર્ડ તોડ્યો

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI)એ ફેબ્રુઆરીમાં ભારતીય બજારોમાંથી રૂ. 35,506 કરોડ ઉપાડી લીધા છે. આ સતત પાંચમો મહિનો છે કે ભારતીય બજારમાં FPIનું વેચાણ થઈ રહ્યું છે.

સતત પાંચમા મહિને FPI એ વેચાણ વધાર્યું, વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરીમાં 23 મહિનાનો રેકોર્ડ તોડ્યો
FPI are making continuous withdrawals since October.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 6:58 AM

યુક્રેન પર રશિયાના હુમલા(Russia Ukraine crisis)ને કારણે ગત સપ્તાહ શેરબજાર માટે ઉથલપાથલભર્યું રહ્યું હતું. 24 ફેબ્રુઆરીએ શેરબજારમાં કડાકો થયો અને સેન્સેક્સ(Sensex) 2700 પોઈન્ટ્સ (4.72 ટકા)થી વધુ લપસી ગયો હતો. જો કે, બીજા દિવસે રોકાણકારો બજારમાં પાછા ફર્યા અને સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. માર્કેટ કડાકાના દિવસે ક્રૂડ ઓઈલ 105 ડૉલર પર પહોંચી ગયું હતું જ્યારે સોનું 51,500ના સ્તરને પાર કરી ગયું હતું.

આ ઘટનાઓ વચ્ચે ફેડરલ રિઝર્વ પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. આવા સંજોગોમાં વ્યાજ દર વધારવાનું દબાણ વધારે છે. બજારની અનિશ્ચિતતા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો(Foreign Portfolio Investors) ના રોકાણકારો ભારતીય બજારમાં તેમના રોકાણમાં સતત ઘટાડો કરી રહ્યા છે. આ સતત પાંચમો મહિનો છે જ્યારે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI)એ ફેબ્રુઆરીમાં ભારતીય બજારોમાંથી રૂ. 35,506 કરોડ ઉપાડી લીધા છે. આ સતત પાંચમો મહિનો છે કે ભારતીય બજારમાં FPIનું વેચાણ થઈ રહ્યું છે. ઓક્ટોબર 2021 થી FPI ભારતીય બજારોમાંથી સતત ઉપાડ કરી રહ્યા છે. ફેબ્રુઆરી, 2022 માં FPI ઉપાડ માર્ચ 2020 પછી સૌથી વધુ છે. તે સમયે FPI એ ભારતીય બજારોમાંથી રૂ 1,18,203 કરોડ ઉપાડ્યા હતા. ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટી માર્કેટમાંથી રૂ. 31,158 કરોડ અને ડેટ માર્કેટમાંથી રૂ. 4,467 કરોડ પાછા ખેંચ્યા છે. આ સમય દરમિયાન તેઓએ હાઇબ્રિડ ઉત્પાદનોમાં 120 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ફેડરલ બેંક દ્વારા વ્યાજ દરોમાં વધારો થવાની સંભાવનાને કારણે સેન્ટિમેન્ટ નબળું પડ્યું

મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિયેટ ડાયરેક્ટર (મેનેજિંગ રિસર્ચ) હિમાંશુ શ્રીવાસ્તવેએ જણાવ્યું હતું કે, “યુએસ ફેડરલ રિઝર્વે પ્રોત્સાહક પગલાં પરત ખેંચવાના અને વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી ત્યારથી FPI ઉપાડ ઝડપી બન્યો છે.” આ ઉપરાંત રશિયા-યુક્રેન તણાવને કારણે FPIs પણ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે અને ભારત જેવા ઉભરતા બજારોથી અંતર બનાવી રહ્યા છે.

ક્રૂડ ઓઈલની કિંમત અને બોન્ડ યીલ્ડથી ફર્ક પડે છે

કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ (રિટેલ)ના વડા શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે એફપીઆઇનું વલણ ડોલર સામે રૂપિયાના વલણ ક્રૂડ ઓઇલના ભાવ અને યુએસમાં બોન્ડની ઉપજ દ્વારા નક્કી કરવામાં આવે છે. યુ.એસ.માં 10-વર્ષના બોન્ડ્સ પર વળતર વધે ત્યારે FPI બોન્ડ માર્કેટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ચૌહાણે કહ્યું કે અત્યારે આ તમામ બાબતો FPI પર અસર કરી રહી છે. આ કિસ્સામાં FPI વધુ ઉપાડ કરી શકે છે.

આ પણ વાંચો : Multibagger Stocks: 35 પૈસાના આ શેરે કર્યો કમાલ, 6 મહીનામાં 1 હજાર રૂપિયાના 8 લાખ થયા

આ પણ વાંચો : Maharashtra: યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભારતમાં વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, મોંઘવારી નિરંકુશ થશે: કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડ

g clip-path="url(#clip0_868_265)">