Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPOમાં ડીમેટ ખાતા વગર નહીં કરી શકો રોકાણ! જાણો સંપૂર્ણ માહિતી

પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO)માં ભાગ લેવા ઈચ્છો છો તો તમારે ખાતરી કરવી જોઈએ કે તમારી PAN વિગતો LICના રેકોર્ડમાં અપડેટ કરવામાં આવી છે અને તમારી પાસે ડીમેટ ખાતું હોવું આવશ્યક છે.

LIC IPOમાં ડીમેટ ખાતા વગર નહીં કરી શકો રોકાણ! જાણો સંપૂર્ણ માહિતી
IPO માં રોકાણ માટે ડિમેટ ખાતું અનિવાર્ય છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 9:56 AM

સરકાર માર્ચના અંત સુધીમાં બજારમાં LICનો IPO લાવવાની ઉતાવળમાં હોય તેમ લાગે છે પરંતુ રોકાણકારો વધુ આતુર છે. જ્યારથી સરકારે પોલિસીધારકો માટે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે ત્યારથી ડીમેટ એકાઉન્ટ ખોલનારાઓની સંખ્યા સતત વધી રહી છે. IPO માં રોકાણ કરવા માટે ડિમેટ એકાઉન્ટ જરૂરી છે ત્યારે આ તક ઝડપવા માટે સરળતાથી તમારું ખાતું ખોલાવી શકો છો.

હાલમાં ચારે બાજુ એલઆઈસીના પ્રસ્તાવિત આઈપીઓને લઈને ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને પોલીસી ધારકો આઈપીઓ ભરવા માટે ઉત્સાહીત છે. ત્યારે જો તમે LIC પોલિસીધારક છો અને વીમાદાતાના પ્રસ્તાવિત પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO)માં ભાગ લેવા ઈચ્છો છો તો તમારે ખાતરી કરવી જોઈએ કે તમારી PAN વિગતો LICના રેકોર્ડમાં અપડેટ કરવામાં આવી છે અને તમારી પાસે ડીમેટ ખાતું હોવું આવશ્યક છે.

IPO 11 માર્ચે આવી શકે છે

વિશ્વસનીય સૂત્રો અનુસાર IPOની કિંમત 8 અબજ ડોલર અથવા રૂ. 60,000 કરોડ હશે. આ IPO 11 માર્ચે લોન્ચ થઈ શકે છે. એન્કર 11 માર્ચે રોકાણકારો માટે ખુલશે જ્યારે અન્ય રોકાણકારો માટે તે બે દિવસ પછી ખુલશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં તેને તમામ નિયમનકારી મંજૂરીઓ પ્રાપ્ત થશે. મંજૂરીઓ મળ્યા પછી,IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવશે.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

 ડીમેટ એકાઉન્ટ માટે આ લિંક ઉપર ક્લિક કરો

જો તમે પોલિસીધારક છો અને પ્રસ્તાવિત LIC IPOમાં રોકાણ કરવા માગો છે, જો તમારી પાસે ડીમેટ ખાતું નથી તો તમે ડીમેટ ખાતું કેવી રીતે તે માહિતી અમે આપી રહ્યા છીએ. ડીમેટ ખાતું ખોલવા માટે કોઈપણ ડિપોઝિટરી સહભાગીની વેબસાઈટની મુલાકાત લો જેમાં તમે ડીમેટ ખાતું ખોલવા ઈચ્છો છો. રજિસ્ટર્ડ ડીપી વિશે જાણવા માટે તમે આ લિંક્સમાંથી પસંદ કરી શકો છો:

NSDL: https://www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognisedFpi=yes&intmId=19

CDSL: https://www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognisedFpi=yes&intmId=18

ડીમેટ ખાતામાં સિક્યોરિટીઝ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (DP) પાસે હોય છે.  નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડ (સીડીએસએલ) છે. જે ડીપી તમારું ડીમેટ ખાતું રાખશે તે તમારી બ્રોકિંગ ફર્મ સાથે જોડાણ કર્યું છે તેના પર નિર્ભર રહેશે.

આ ડોક્યુમેન્ટની પાસે રાખજો

ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે તમાટે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, પાનકાર્ડ, એડ્રેસ પ્રુફ, કેન્સલ ચેકની જરૂર પડશે

આ પણ વાંચો : ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો, નવ મોટા શહેરોમાં EV ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા માત્ર ચાર મહિનામાં અઢી ગણી વધી

આ પણ વાંચો : સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો? જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

g clip-path="url(#clip0_868_265)">