Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO : સસ્તી કિંમતે શેર મેળવવા માટે Demat એકાઉન્ટ ખોલવા પડાપડી, જાણો જાન્યુઆરીમાં કેટલા લોકોએ ખાતા ખોલાવ્યા

સરકાર માર્ચના અંત સુધીમાં બજારમાં LICનો IPO લાવવાની ઉતાવળમાં હોય તેમ લાગે છે પરંતુ રોકાણકારો વધુ આતુર છે.

LIC IPO : સસ્તી કિંમતે શેર મેળવવા માટે Demat એકાઉન્ટ ખોલવા પડાપડી, જાણો જાન્યુઆરીમાં કેટલા લોકોએ ખાતા ખોલાવ્યા
ટૂંક સમયમાં LICનો IPO લાવવા તૈયારી ચાલી રહી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 9:37 AM

સરકાર માર્ચના અંત સુધીમાં બજારમાં LICનો IPO લાવવાની ઉતાવળમાં હોય તેમ લાગે છે પરંતુ રોકાણકારો વધુ આતુર છે. જ્યારથી સરકારે પોલિસીધારકો માટે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે, ત્યારથી ડીમેટ એકાઉન્ટ ખોલનારાઓની સન્ખ્યા સતત વધી રહી છે.

બ્રોકર્સનું કહેવું છે કે કોઈપણ રોકાણકાર આ તક ગુમાવવા માંગતા નથી. સરકાર LICના IPO માટે જેટલી ઝડપથી તૈયારી કરી રહી છે તેટલી ઝડપથી રોકાણકારો તેમની તૈયારીઓ પૂર્ણ કરી રહ્યા છે. તેથી જ જાન્યુઆરીમાં 34 લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે અને ફેબ્રુઆરીમાં આ સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે.

પોલિસીધારકો માટે ક્વોટા આરક્ષિત રહેશે

સરકારે LIC પોલિસીધારકો માટે IPO ક્વોટા પણ અનામત રાખ્યો છે. પોલિસીધારકોને IPOમાં જારી કરાયેલા કુલ શેરના 10 ટકા અલગથી મળશે. આ ઉપરાંત IPOમાં શેરની કિંમતમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ કારણે જ પોલિસીધારકો વધુને વધુ ડીમેટ એકાઉન્ટ ખોલી રહ્યા છે જેથી તેઓ આ તકનો લાભ લઈ શકે.

રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે EPFO માં ક્લેમ સેટલમેન્ટ કરવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી
સારા તેંડુલકર દરિયા કિનારે કેમ જાય છે?

બ્રોકર્સ પણ તકનો લાભ લઇ રહ્યા છે

બ્રોકર્સ પણ સ્કીમ ચલાવે છે. બ્રોકર્સ પોલિસીધારકો અને છૂટક રોકાણકારોને આકર્ષવા માટે વિવિધ યોજનાઓ પણ ચલાવી રહ્યા છે. ડિજિટલ અને પરંપરાગત બંને પોલિસીધારકોને ડીમેટ ખાતું ખોલવા માટે ગિફ્ટ વાઉચર્સ સહિત વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર કરાય છે. વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે કે સરકાર LICના IPO દ્વારા આશરે રૂ. 1 લાખ કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.

કંપનીના એજન્ટ IPO ના ઈન્તેજારમાં

એલઆઈસીના એજન્ટનું કહેવું છે કે કંપનીમાં રોકાણ કરતાં તેને વધુ ભાવનાત્મક લગાવ છે અને તે આ તક ગુમાવવા માંગતા નથી. અમારા માટે LICના શેરની માલિકીની આ એક મોટી તક હશે. નોંધપાત્ર રીતે દેશભરમાં લગભગ 13 લાખ એજન્ટો LIC સાથે સંકળાયેલા છે.

LIC ની લેપ્સ પોલિસી રિવાઇવ કરી શકાશે

જો તમે કોરોના મહામારી દરમિયાન પૈસાની અછતને કારણે તમારું LIC વીમા પ્રીમિયમ ચૂકવી શક્ય નથી, તો હવે ચિંતા કરવાની જરૂર નથી, આવા પોલિસી ધારકો માટે LIC લેપ્સ પોલિસી રિવાઇવલ સ્કીમ લઈને આવ્યું છે. 7 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી એલઆઈસી પોલિસીધારકોને લેપ્સ થયેલી વીમા પોલિસીને ફરીથી સક્રિય કરવાની તક આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Electra EV એ ડેવલોપ કરેલી TATA NANO ઇલેક્ટ્રિક કારમાં રતન ટાટા સવાર થયા

આ પણ વાંચો : Share Market : આ શેર ટૂંક સમયમાં ડિવિડન્ડ ચૂકવવા જઈ રહ્યા છે, જાણો કેટલું મળશે ડિવિડન્ડ અને શું છે રેકોર્ડ ડેટ?

g clip-path="url(#clip0_868_265)">